TET તેમજ TAT ની પરીક્ષા લીધા બાદ જ શિક્ષકોની નવી ભરતી કરવા માંગ ઉઠી..

0
3

TET અને TAT પરિક્ષા થી વંચિત Bed થયેલાં બેરોજગારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી..

પાટણ તા.૨૬
TET અને TAT પરિક્ષા થી વંચિત Bed થયેલાં બેરોજગાર શિક્ષિત યુવાનો દ્વારા TET અને TAT ની પરિક્ષા લીધા બાદ જ નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.
બેરોજગાર શિક્ષિત યુવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર માં તેઓએ જણાવ્યું હતુ કે TET – 2 ની પરીક્ષા અને 2017 માં , TAT – 1 અને TAT – 2 ની પરીક્ષા અને 2018 ની સાલમાં લેવામાં આવેલ છે . સરકારના પરિપત્ર મુજબ દર સાલ TET તેમજ TAT ની પરીક્ષા લેવી તેવો આદેશ કરવામાં આવેલો છે . છતાં પણ છેલ્લા 3 થી 4 વર્ષ સુધી આવી પરીક્ષાઓ લેવામાં આવી નથી . કોરોનાના કેસની સંખ્યા ઘટતા હવે GPSC ની ગૌણ સેવા પસંદગી મંડળની તેમજ કોર્પોશનની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ લેવામાં આવી રહી છે . આ ઉપરાંત શાળા કોલેજોની પણ તમામ પરીક્ષાઓ ઓનલાઇન ચાલુ થઇ ગયેલ છે . માત્ર TET અને TAT ની જ પરીક્ષા રાજ્ય પરીશા બોર્ડ દ્વારા લેવામાં આવી નથી . જેથી છેલ્લા 3 થી 4 વર્ષ દરમ્યાન બી.એડ કંમ્પલેટ કરેલ પરીક્ષાર્થીઓ પરીક્ષાના આયોજન વગર નવી શિક્ષકોની ભરતીમાં બાકાત રહી શકે તેમ છે . TET તેમજ TAT ની પરીક્ષા જો હાલમાં ના લેવામાં આવે તો હજારો બી.એડ કરેલા ઉમેદવારો બેકાર રહી જાય તેમ છે . તો આવા ઉમેદવારોને પુરતો ન્યાય મળે અને અગાઉના પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો સાથે તંદુરસ્ત હરીફાઈ કરી શકે તે માટે ઊંચા મેરીટવાળા ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં પસંદગી થાય તે માટે TET તેમજ TAT ની પરીક્ષાનું આયોજન કરી તેનું પરિણામ જાહેર થાય ત્યારબાદ નવી શિક્ષકોની ભરતી થાય તે માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં સરકાર હાઇસ્કૂલોમાં 2000 જેટલા આચાર્યોની ભરતી કરવા જઈ રહી છે . તેમાં પણ સરકારે પહેલા HMAT ની નવી પરીક્ષા લીધા બાદ જ નવા આચાર્યોની ભરતી કરવી તેવો નિર્ણય લીધો છે . તો તેવી જ રીતે શિક્ષકોની ભરતીમાં પણ પહેલા TET / TAT ની પરીક્ષા લેવાય અને પછી ભરતી થાય તેવું આયોજન કરવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here