Gj 18 ના માણસા શહેર અને તાલુકા સંગઠન દ્વારા અમિતભાઇશાહ ના જન્મદિવસ ની ઉજવણી કરવા માં આવી.

0
11

મળતી માહીતી અનુસાર આજ રોજ માણસાના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી માણસા તાલુકા / શહેર મંડળ તથા શિવાલા ઇન્ફ્રાબિલ્ડ ગ્રુપ ના સિલ્વાબેન પટેલના સહયોગથી માણસા ૪૧ કડવા પાટીદાર સંકુલમાં ઉમિયા માતાજી ની આરતી ઉતારી બાળકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગમાં પ્રિયંકાબેન પટેલ (સદસ્યશ્રી, માણસા તાલુકા પંચાયત), રસ્મિનભાઈ પટેલ (સદસ્યશ્રી, માણસા તાલુકા પંચાયત), શૈલેષભાઈ પટેલ, અશોકભાઈ રાવલ (આજોલવાળા), પ્રજાપતિ વિષ્ણુભાઈ ( કારોબારી સભ્ય બક્ષીપંચ મોરચો, ગાંધીનગર જિલ્લો) વિશેષ ઉપસ્થિતિ રહી.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here