ERDMP ના દિશા નિર્દેશ અનુસાર ગેલ ઇન્ડિયા લિમિટેડ, સામખિયાળી કંપની દ્વારા મોક ડ્રિલ નું આયોજન

0
3


ગેલ ઇન્ડિયા લિમિટેડ, આઇ પી એસ સામખીયાલી પ્લાન્ટ દ્વારા જે એલ પી એલ, એલ પી જી પાઈપલાઈન, ગુજરાત ક્ષેત્ર નું ઓફ સાઈટ ઇમરજન્સી મોકડ્રીલ કાર્યક્રમ નું આયોજન 29.01.2022 ના રોજ દઈગામડી, પાટણ SV-17 નજીક કરવામાં આવ્યું હતું.


જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપાતકાલીન પરિસ્થિતિ માં ગેસ લીકેજ હોય અથવા આગ લાગી હોય તો તેને કેવી રીતે પહોંચી વળવું અને આસપાસ ના જનજીવન તથા સંપતિ ને નજીવું નુકસાન થાય તેની કાળજી રાખી શકાય. આ કાર્યક્રમ માં એચ પી સી એલ, સાંતલપુર ની ટીમ સહભાગી બની હતી તેમજ ગેલ કંપની ની આબુરોડ યુનિટ ની ટીમ પણ જોડાય હતી સાથે પાટણ જિલ્લા પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વારાહી પોલીસ અને અન્ય સહભાગી સંસ્થાઓ આઇ ઓ સી એલ, કેઇન એનર્જી, દઈગામડી ના સરપંચ અને ગ્રામજનો વગેરે કંપનીઓ એ ભાગ લય સુઝાવ અને સૂચનો આપ્યા હતા જેથી બચાવ અને રાહત કામગીરી વધુ અસરકારક બનાવી શકાય.


પાટણ પોલીસ તરફ થી વારાહી પોલીસ સ્ટેશન તેમની ટીમ સાથે જરૂરી સહાય માટે ઉપસ્થિત રહ્યા હતા.
અંત માં ગેલ કંપની તરફ થી, ઇન્ચાર્જ શ્રી બિમલ દેસાઈ એ સર્વ નો આભાર વ્યકત કરી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.

રીપોર્ટ રાણાભાઇ આહીર
કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here