શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા ના ઉમેશ્વર હોલમાં પૂર્વ અમદાવાદના દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
29

પૂર્વ અમદાવાદમાં રહેતા ઉમિયા પરિવારને લાગણીને માન આપી શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા એ પૂર્વ અમદાવાદમાં 10 વીઘા જમીન ખરીદી કરેલ છે જેની સ્ટેમ્પ અને નોંધણી અંગેની કાર્યવાહી ચાલુ છે સદર જમીન ઉપર ધાર્મિક સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી જેવા વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરી માં ઉમિયા ધામનું નિર્માણ કરવામાં આવશે માં ઉમિયા ધામના નિર્માણમાં દાન આપનાર ભામાશા દાતાશ્રીઓ પૈકી મુખ્ય દાતાશ્રી બાબુભાઈ વિઠ્ઠલદાસ પટેલ વીઆઈપી એજ્યુકેશન કેમ્પસ મૂળ વતની વેણપુરા હાલ અમદાવાદ તરફથી રૂપિયા ૭,૫૦,૦૦,૦૦૦(સાત કરોડ 51 લાખ) અને બીજા ભામાશા દાતા શ્રી ભગવાનભાઈ જોઈતારામ પટેલ(જેમ્સ પંપ) મૂળ વતની મકતુપુર હાલ અમદાવાદ એ રૂપિયા ૫,૦૧,૦૦,૦૦૦(પાંચ કરોડ એક લાખ) ની જાહેરાત કરી તેમજ બીજા અન્ય દાતાઓએ પણ લાખો રૂપિયાના દાન ની જાહેરાત કરી આમ કુલ રૂપિયા અંદાજે 20 કરોડથી પણ વધારે સમાજના ઉત્કૃષ્ટ માટે દાનની જાહેરાત થઈ સર્વ દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું તેમ જ પૂર્વ અમદાવાદમાં ઉમિયા ધામ પ્રોજેક્ટ કમિટીની રચના કરવામાં આવૅલ એ વિકાસ કમિટીના ઉદ્દેશ્યો તેમજ સભ્યશ્રીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા અને શ્રી ઉમિયા પરિવાર મહિલા સંગઠનની અમદાવાદ શહેરની બહેનોને ત્રણ વર્ષની થી કરેલ કામગીરી ની નોંધ લઈ વિસ્તૃત કરેલા સંગઠનો નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા સમગ્ર મહિલા ટીમૅ કરેલી કાર્યવાહીની ની નોંધ લઈને બિરદાવામાં આવી નોંધ લઈને


આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ જે પટેલ પૂર્વ પ્રમુખ મણીભાઈ મમ્મી ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ દૂધવાળા મહામંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી શ્રી બાબુભાઈ ખોરજવાળા ટ્રસ્ટીશ્રી ભાઈ તેમજ સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ દિલીપભાઈ કમિટીના ચેરમેન શ્રી કારોબારી હોદ્દેદાર શ્રીઓ પૂર્વ અમદાવાદ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઊંઝા શહેરના અગ્રણીઓ દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દાતાશ્રીઓનો ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો હતો ઉદાર દિલથી દાતાશ્રીઓએ બિરદાવ્યા હતા દાતાશ્રી બાબુભાઈ એ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે માતાજીની મારા ઉપર કૃપા છે અને મારા જીવનમાં માતાજીએ મારી અનેક વખત ઈચ્છાઓ પૂર્ણ કરી છે તેથી માતાજીની પ્રેરણાથી જ સમાજ સેવાનું કામ કર્યું છે અને દાતાશ્રી ભગુભાઈએ પણ કહ્યું કે મારા જીવનમાં સામાન્ય માનવી માંથી મોટા દાતા બનવાનું સૌભાગ્ય માતાજીની કૃપાથી થયું છે હવે અમોને પૂર્વ અમદાવાદમાં ઉમિયાધામ ની જવાબદારી ઊંઝા સંસ્થા ઍ સોંપી છે શ્રી કાર્યકર્તાઓને સાથે જવાબદારી નિભાવી શું અને કાર્યક્રમનું સંચાલન મહિલા સંગઠનના ચેરમેન ડોક્ટર જાગૃતિબેનૅ સંભાળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here