પંચમહાલ જીલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ રૂપારેલમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું

0
77

રાજ્ય કોરોનાનાં ભરડામાંથી ધીમેથી બહાર આવી રહ્યું છે, ત્યારે આપણી સૌની ફરજ બને છે કે કોવિડને અટકાવવા માટે આપણે સતર્કતા અને સાવચેતી રાખવીએ. તેના મુખ્ય પાસારૂપ હોય તો તે છે આપણને જોઈતો રોગ પ્રતિકારકતા ધરાવતો ખોરાક, શાકભાજી, ફળ, અનાજ વગેરેનું રોજિંદા આહારમાં સેવન એટલે કે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો નહિવત ઉપયોગ અને એ જ આપણને અને આપણી ભાવી પેઢીઓને સુરક્ષિત રાખી શકે છે. જે અંતર્ગત આજે ૭મી તારીખે પંચમહાલ જીલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ રૂપારેલમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખેડૂતોને પાયાનું ખેતી અંગે સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા તેમજ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણના ભાગરૂપે કોવિડનાં નિયમોનું ચુસ્ત પાલન એટલે કે માસ્ક, સામાજિક અંતર અને સેનીટાઈઝેશનનો ઉપયોગ કરી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડેરોલ કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડૉ.આર.જી.મછારે અત્યારની ખેતીમાં આવતી મુશ્કેલીઓ તેમજ તેને નિવારવાના ઉપાયો સરળ તેમજ દેશી ભાષામાં જણાવ્યા હતા. વૈજ્ઞાનિક ગીરીશભાઈએ પાકમાં આવતી રોગ જીવાત અને ખાસ કરીને મકાઈના પાકમાં આવતી FAW એટલે કે ચાર ટપકા વાળી ઈયળને અટકાવવા માટેની માહિતી કાર્યક્ષમ દવાનો ઉપયોગથી અટકાયતી પગલા લેવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. આત્માના પ્રોજેક્ટ મેનેજરે પ્રાકૃતિક ખેતી અંગે જીવામૃત તેમજ બીજામૃતની માહિતી આપી દેશી ગાય આધારિત ખેતી કરી ખેતી ખર્ચ બચાવવાની માહિતી આપી હતી. આદિવાસી વિસ્તારમાં વૃક્ષો અને જંગલોના મહત્વ વિષે ડે.ડાયરેક્ટરે શેઢા પાડા, બિન ઉપજાઉ તેમજ ઘર આંગણે વૃક્ષો અને ફળાઉ ઝાડનું વાવેતર કરવાથી હાલના પર્યાવરણને આપણે બચાવી શકીએ તેમજ એક ચોક્કસ પ્રકારની આવક પ્રાપ્ત કરી શકીએ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી અને ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. ભવિષ્યમાં ઉપયોગમાં આવનાર કૃષિ સુધારોના કાયદા તેમજ ખેત બજાર વ્યવસ્થા વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર: જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here