નગીચાણા ગ્રામ પંચાયતના ચાર વર્ષ પૂર્ણ કરતા ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ શ્રી મસરીભાઇ કે પિઠીયા

0
59

આપણે સૌ માણસ છીએ ઈશ્વર તો નથી જે ભૂલ ન કરે માણસ માત્ર ભૂલને પાત્ર અમારા ચાર વર્ષના સમયગાળા દરમિયાન કોય વ્યક્તિ કે ગામને ઠેસ પહોંચે એવું થયું હોય અથવા થતું હોય તો અમને દરગુજર કરશો : મસરીભાઇ પીઠીયા

માંગરોળ તાલુકાના નગીચાણા ગામ ના યુવા અને વિકાસશીલ સરપંચશ્રી મશરીભાઇ કે પીઠીયા અને તેમની ટીમને ચાર વર્ષ પૂર્ણ કર્યા છે આ સમયગાળા દરમિયાન દરેક સમાજના સમાંતર વિકાસ સાથે ગામ નો સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન નગીચાણા ગ્રામ પંચાયતની ટીમે પૂરો પ્રયત્ન કર્યો છે અને ગામના દરેક સમાજના નાના મોટા સૌ અરજદારોના કામ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે ગામોમાં સરકાર તરફથી આવતી તમામ યોજનાઓના લાભ મળે અને સરકારશ્રીમાંથી આવતી તમામ ગ્રાન્ટ ઓનો સો ટકા વપરાશ થાય તેવા પ્રયત્નો પણ કર્યા છે તેમજ ગ્રામજનો તથા સમગ્ર ગામ અને ગ્રામ પંચાયતની ટીમના સહકારથી ચાર વર્ષના સમયગાળામાં ગામ ની દશા અને દિશા બદલાય છે ગામનો ઝળહળતો વિકાસ કર્યો છે સ્માર્ટ સિટી જેવું વિકાસ કરી જૂનાગઢ જિલ્લાનું સ્માર્ટ વિલેજ તરીકે ઉભરી આવતું ગામ છે જેમાં વિકાસના કાર્યોની વાત કરવામાં આવે તો ગામમાં પ્રવેશ કરોજ ત્યાં જ આંખને ઠારે તેવા દ્દશ્યો નજરે પડે છે. ગામમાં સુંદર પ્રવેશદ્વાર, ડુમ અને બન્ને બાજુ લીલાછમ વૃક્ષો પ્રવેશદ્વારથી જ તમારૂ સ્વાગત કરે છે અને ગામનું બસ સ્ટેન્ડ તેમજ આદર્શ પ્રાથમિક શાળાનું અદ્યતન બીલ્ડીંગ.ફર્નીચર કોમ્યુટર સહિતની સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી.ચબુતરો.ખેડુતો માટે ઇ ગ્રામ સેન્ટર ગામની સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે એવી છે.ગામની કુલ વસ્તી ૩૨૫૭ લોકોની વસ્તી ધરાવતુ ગામછે નગીચાણામાં ૬૦૦ ઉપરાંત કુટુંબો છે. આ તમામના ઘરમાં શૌચાલય છે.

નગીચાણા ગામમા વસવાટ કરતી જ્ઞાતિઓની વાત કરવામાં આવે તો જેમાં આહિર સમાજ , મુસ્લીમ સમાજ, અનુસુચિત જાતિ સમાજ , રબારી સમાજ અને અન્ય સમાજની વસ્તી ધરાવતા આ ગામના તમામ રસ્તા રૂા.૪૫ લાખ ઉપરાંતના ખર્ચે પેવર બ્લોકથી મઢી દેવામાં આવ્યા છે. ખેડૂતો ને મુસકેલી ન પડે અને તાલુકા ની સેવાઓ વગામડામા મડી રહે તે માટે નગીચાણા ગામમાં ઈગ્રામ સેન્ટર નુ આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેમાં નગીચાણા ગામના તેમજ આજુ બાજુ ગામના વિસ્તારો ના ખેડૂતો માટે જમીન ની નકલો ઓનલાઇન અરજીઓ જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
તેમજ કાયમી સુવિધા મડી રહે તેમાટે વિસીઇ ની નીમણુંક કરવામાં આવી છે પીવાના પાણીની મુશ્કેલી નિવારવા નલ સે જલ યોજના તળે ઘરે-ઘરે નળ દ્રવારા નિયમીત રીતે પાણીનું વિતરણ થાય છે.

ગામ નાના કે મોટા વ્યક્તિનું માર્ગદર્શન મળે તે અમો ગામ લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ.. : મસરીભાઇ પીઠીયા

પીવાનું પાણી, રસ્તા ઉપરાંત પ્રાથમિક શિક્ષણ ગામડાની પાયાની જરૂરીયાત છે. જેમાં નગીચાણાની પે સેન્ટર પ્રા.શાળા આદર્શ શાળા છે. ૯ કલાસરૂમ ધરાવતું તેમજ પે સેન્ટર શાળા ના પ્રવેશ દ્વાર સુંદર એન્ટ્રી ગેઇટ બનાવવામાં આવ્યું છે રૂા.૭૫ લાખના ખર્ચે વિશાળ ગ્રાઉન્ડ સાથેનું બિલ્ડીંગ શહેરની ખાનગી શાળાને ટક્કર મારે છે.ચાર વિઘા જમીનમાં પથરાયેલ શાળામાં ગામના સરપંચ મસરીભાઇ પીઠીયા, આચાર્ય દિલીપભાઇ નંદાણીયા, તથા નગીચાણા પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા નારીયેલીનું વાવેતર કરી શાળાને નિયમિત રૂપે વાર્ષિક રૂા.૬૦ હજારની આવક મળે તેવું આયોજન કરાયું છે. સરપંચ શ્રી મશરીભાઇ પિઠીયા દ્રારા બાળકો માટે આધુનિક કોમ્પ્યુટર લેબ માટે પોતાના ખર્ચે એક રુમ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ આધુનિક કોમ્પ્યુટર ગામથી દૂર રહેતા અને નગીચાણા ગામની સતત ચિંતા કરતા જગદીશભાઈ પિઠીયા (કતાર દોહા) દ્વારા 5 કમ્પ્યુટર તેમજ ઘટતા કોમ્પ્યુટર શાળાના શિક્ષકો દ્વારા પુરા પાડવામાં આવશે તેમજ પે સેન્ટર શાળા ની ઓફીસ રામભાઇ સોલંકી મેણસીભાઇ સોલંકી દ્રારા તૈયાર કરવામાં આવી છે ધો.૧૨સુધી ઉચ્ચત્તર માધ્યમીક શાળાની સુવિધા ધરાવતા નગીચાણામાં પ્રવેશતા જ ગ્રામ પંચાયત બિલ્ડીંગ નજરે પડે છે. ગ્રામ પંચાયત બિલ્ડીંગ, ફર્નીચર, કોમ્પ્યુટર, માઇક સિસ્ટમની સુવિધા જોતા જ તમને ખ્યાલ આવશે. આ ગામના સરપંચ શિક્ષિત હશે, પ્રગતિશીલ વિચાર ધરાવતા હશે. ૨૦૧૭-૧૮ માં મસરીભાઇ પીઠીયા નગીચાણાના સરપંચ બન્યા.

તેમનો નિર્ધાર હતો મારૂ ગામ આદર્શ ગામ બને. એક-એક ગ્રામજનોને રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણની સુવિધા મળે ઉપરાંત ગામ સ્વચ્છ રહે, ગંદકી નાબુદ થાય, ૧૦૦ ટકા બાળકો શિક્ષણ મેળવે, ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય બને તેમનો આ નીર્ધાર ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સહકારથી સાકાર થયો છે. તેમની આ કામગીરીમાં યુવાન તલાટી રમેશભાઈ વાઢેરનો સહયોગ મળ્યો છે. નગીચાણામાં આરોગ્યની સુવિધા માટે પેટા આરોગ્ય કેન્દ્ર, દુધની ડેરી, જિલ્લા સંઘનું દુધ કલેકશન માટે બી.એમ.સી સેન્ટર, એલઇડી સ્ટ્રીટલાઇટ, શાકમાર્કેટ, સહકારી મંડળી, જયોતિગ્રામ, ગૌશાળા સહિત ગ્રામ્ય વિસ્તારની તમામ જરૂરીયાત નગીચાણામાં સંતોષાય છે.

આ ગામને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જેમા તાજેતરમાં દિવ્યભાસ્કર દ્રારા દિવ્ય સરપંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેમજ ૨૦૧૯માં ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં નગીચાણા ગામને આદર્શ ગામનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ વિજ્ઞાનભવન દિલ્હી ખાતે સરપંચે એવોર્ડ સ્વીકારી ગામને વધુ પ્રગતિશીલ બનાવવા સંકલ્પબધ્ધ થયા છે.

રિપોર્ટર : વસીમખાન બેલીમ માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here