ચાણસ્મા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

0
13

આજ રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા કે.બી.પટેલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સવારે 8 કલાકે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્ય ના પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઇ પટેલ.જિલ્લા પ્રભારી નીલેશ રાજગોર તેમજ જિલ્લાના તાલુકાના તેમજ શહેર ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.


જેમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયની માંગ છે કે લોકોને સારી સેવાઓ મળી રહે તેવી જ આ એક માનવસેવા એટલે સર્વરોગ નિદાન કેમ્પ.

આજે ચાણસ્મા ખાતે પટેલ મુકેશભાઈ જયંતીલાલ ઉર્ફે દાઢી ના સૌજન્યથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ચાણસ્મા તાલુકાના હજારો લોકો આ કેમ્પનો લાભ લેશે સાથે સાથે એમને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સર્વ રોગ સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે અને એ ની શુભ શરૂઆત ચાણસ્મા તાલુકામાં આજે મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે અહીંયા આવનાર દરેક લોકોને કોઈપણ જાતની ફી આપવાની રહેશે નહીં અને ફ્રી સેવા કરવામાં આવશે જેમાં હૃદય ને લગતી તકલીફો શરદીતા ઉધરસ તાવ આંખોની બીમારી દાંત ની બીમારી અને બીજી અન્ય બીમારીઓ નું પણ નિદાન કરવામાં પણ આવશે મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવા કરવી તે એક સાચો ધર્મ છે અને આજે સર્વરોગ નિદાન કેમ્પ યોજીને મને જે સેવાનો લાભ મળ્યો છે એના માટે હું અને મારો પરિવાર દરેક નો આભાર માનીએ છીએ એમને જણાવ્યું અને હતું કે કોરોના કાળના સમયમાં પણ અમોએ આપણા વિસ્તારની અંદર ઓક્સિજનની જ્યારે જરૂર પડી હતી તે સમયે સરકાર શ્રી માં રજૂઆત કરીને ચાણસ્મા ખાતે એક મોટો ઓક્સિજન પ્લાન્ટ પણ લાવ્યા છીએ અને જેનો લાભ આજુબાજુની જનતા આજે પણ લઈ રહી છે સમયની માંગ છે કે જ્યારે જ્યારે કોઈપણ મોટી હોનારત થાય ત્યારે સેવાકીય પ્રવૃત્તિ સરળ પડે છે અને એ કરવી જરૂરી છે.તમામ રોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ભાજપના કાર્યકરો અને જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તેમજ ચાણસ્મા તાલુકાના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો…કમલેશભાઈ પટેલ..પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here