Home BG News ચાણસ્મા ખાતે વિધાનસભા ચૂંટણીનું કોંગ્રેસના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન

ચાણસ્મા ખાતે વિધાનસભા ચૂંટણીનું કોંગ્રેસના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન

0


આજરોજ તારીખ 14 11 2022 ના દિવસે સાંજના પાંચ વાગે ચાણસ્મા ખાતે કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલય નું ઉદઘાટન ચાણસ્મા વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોરે કર્યું હતું સાથે સાથે ચાણસ્માના અને આજુબાજુ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાસમખાસ આજે જોવા મળ્યું હતું કે ધાણોધરડા ગામના સરપંચ ઇશ્વરભાઇ પટેલ અને બીજા અઢીસો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
આ જોવા જતા એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારની અંદર ભાજપની અંદરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો હોય એવું લાગી રહ્યું છે એમને જણાવ્યું હતું કે હું ભાજપ તરફથી જ સરપંચની ચૂંટણી જીત્યો હતો અને વર્તમાન ધારાસભ્ય જોડે કામ લઈને જતા અને ઘણી જ ફાઈલો એમને રજૂ કરી છે તેમ છતાં અમારા કોઈ કામ થયેલ નથી એના કારણે ધાણોદરડા જીલીયાવાસણા જસલપુર ના 250 કાર્યકર્તા સાથે આજે અમે કોંગ્રેસમાં જોડાઈએ છીએ દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે મને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે એનો હું આભાર માનું છું અને આ વખતે કોંગ્રેસની જીત સો ટકા થવાની છે અને ચાણસ્મા વિધાનસભામાંથી આ વખતે ગુજરાત વિધાનસભામાં પંજો બેસે એવી હાલની પરિસ્થિતિ છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એમનો વિરોધ છે એ વિશે પૂછતા એમને જણાવ્યું હતું કે જ્યાં સુધી ટિકિટ ફાઇનલ નહોતી થઈ ત્યાં સુધી વર્તમાન વિસ્તારના જ ઉમેદવાર ની માગણી હતી અને એ સ્વાભાવિક છે પરંતુ આજે મારી ટિકિટ જાહેર થતાં બધા જ મારી સાથે રહેશે એવી મને ખાતરી છે અને મારી જીત એમના થકી થશે એવો મને વિશ્વાસ છે આજના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને કોંગ્રેસના મહિલા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.


રીપોટર. કમલેશ પટેલ. પાટણ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version