ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની ૪૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

0
11


આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા દૂધ મંડળી સાબરડેરીના પૂર્વ જનરલ મેનેજર અને હાલના સાબરકાંઠા જિલ્લા ખરીદ સંઘના મેનેજર આર.એસ.પટેલ ના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ.સભાના શરૂઆતમાં પૂર્વ ચેરમેન પરસોત્તમ.કે.પટેલ ને શ્રધ્ધાજલી આપી સભાનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું.મંડળી ના સેક્રેટરી પલકબેન દ્વારા વર્ષ દરમિયાન મંડળી એ કરેલ કામગીરીનો રિપોર્ટ આપેલ.તેમજ સાબરડેરી અને દૂધ મંડળી તરફથી ૩૦ ટકા ભાવ વધારો કાઢેલ તે બદલ તેમને બિરદાવ્યા હતાં.અધ્યક્ષ પ્રવચન માં ડૉ.આર.એસ પટેલ દ્વારા ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રિતે મેળવવું તેમજ દિન પ્રતિદિન પશુઓની સખ્યાં ઘટતી જાય છે તેના પર ચિંતા વ્યકત કરી હતી.સામાજિક પ્રસંગોમાં ખર્ચે ઓછો થતો નથી તેવા સમયે દૂધ નો વ્યવસાય દૈનિક આવક આપતો ધધો છે.સાબરસંઘ દ્વારા વર્ષ દરમિયાન અંદાજે બે કરોડ રૂપિયા નું ચાનું વેચાણ થાય છે.આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના મંત્રી અરવિંદભાઈ પટેલે વીજ મીટર પ્રથા નાબૂદ કરવા તારીખ ૦૪/૦૭/૨૦૨૨ ના રોજ હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવેલું હતું.આ પ્રોગ્રામ ને સફળ બનાવવા પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ અને વર્તમાન ચેરમેન નરેન્દ્રભાઈ એ ખુબજ જહેમત ઉઠાવી હતી.
બીપીનજોષી ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here