કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા મોતને ભેટેલા તબીબોને ધારપુર ડીને ગીત દ્વારા શ્રદ્ધાંજલિ સમર્પિત કરી…

0
68

પાટણ, તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૧,
ભારત દેશને આઝાદી અપાવનાર વીર સપૂતો ના બલિદાન ને લઈને લતા મંગેશકર દ્વારા ગવાયેલ એ મેરે વતન કે લોગો ગીત આજે પણ સાંભળીને આપણા રૂંવાડા ખડા થઈ જાય છે. ત્યારે કોરોના ની વૈશ્વિક મહામારી સમયે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા કરતા પોતે પણ કોરોના સંક્રમિત બનતા ભારતભરના ૫૦૦ જેટલા ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આવા ડોકટરોને સાચી શ્રદ્ધાંજલિ આપવા ધારપુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર યોગેશાનંદ ગોસાઈ દ્વારા પણ એ મેરે વતન કે લોગો ના સ્વર માં ડોક્ટરોને શ્રદ્ધાંજલિ આપતા 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગીતની ધૂન તૈયાર કરવામાં આવી છે. અને તેઓએ આ ગીત થકી સાચા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી શહીદી વહોરનારા ડોક્ટર મિત્રોને શ્રદ્ધા સુમન સમર્પિત કરી તેઓના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

કમલેશ પટેલ
BG News
પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here