૧૦ ભાષાઓનું જ્ઞાન ધરાવતા રાજકોટના વતની રાજમાનને અભિનંદન પાઠવતા રાજ્યપાલ

0
0

જીએનએ ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ ઉપરાંત વિશ્વની અન્ય છ ભાષાઓનું પ્રમાણિત જ્ઞાન ધરાવતા ૧૯ વર્ષીય યુવાન રાજમાન નકુમને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજમાન નકુમને ભાષાઓનું અતિ દુર્લભ એવું આ જ્ઞાન વિકસિત કરીને માતા-પિતા, ગુજરાત પ્રદેશ અને ભારતનું ગૌરવ વધારવા શુભકામનાઓ પાઠવી હતી.

મૂળ રાજકોટના વતની અને અત્યારે આણંદની જી.સેટ. કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રાજમાન કપિલ નકુમ ભારતીય ભાષાઓ ઉપરાંત ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, ઈટાલીયન, પોર્ટુગીઝ અને રશિયન ભાષા બોલી, લખી અને વાંચી શકે છે. તમામ ભાષાઓનો અભ્યાસ કરીને તેમણે વિધિવત પ્રમાણપત્રો મેળવ્યા છે.

ગુજરાતના નાની વયમાં ૧૦ ભાષાઓ જાણતા રાજમાન નકુમની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી છે. રાજમાન નકુમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આશીર્વાદ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here