સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસ્યો ખેડુતો અને પ્રજાજનો ચિંતાતુર
છેલ્લા દોઢ મહિનામાં ચોથીવાર માવઠું ધઉં,ચણા,જીરૂ,બટાટા,વરીયાળી,રાયડો,શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સહિત ભિલોડા તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભરશિયાળે જાણે કે અષાઢી માહોલ પ્રવર્તતી રહ્યો હોય તેવી રીતે કમોસમી માવઠાની કારમી થપાટ વહેલી સવારથી ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો ખેડુતો ચિંતિત જોવા મળી રહ્યા છે.
દિવાળી બાદ વાતાવરણમાં વારંવાર પલ્ટો આવતા વાઈરલ બિમારીઓનું પ્રમાણ વધ્યું છે.ખેડુતોના જીવ તાળવે ચોંટયા છે.ખેતીના પાકોમાં રોગચાળો વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.