કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હિન્દી ટીવી જગતના મશહુર પત્રકાર કમાલ ખાનનુ લખનૌમાં નીધન થયુ છે. હિન્દી ન્યૂઝ ચેનલમાં પોતાની આગવી છટા, બોલવાનો અલગ અંદાજ અને જ્ઞાનના કારણે કરોડો દર્શકોના માનીતા એવા કમાલ ખાનને સાંભળવા કે તેમની સ્ટોરી જોવી એ એક લાહ્વવો છે. ઉર્દુ, હિન્દી કે પછી રામાયણની ચોપાઈ હોય કે મહાભારતના શ્લોક કે પછી કુરાનની હદીસો હોય કમાલ ખાન સહજતાથી પોતાની સ્ટોરીમાં તે બોલતા અને દર્શકોને એક ભાવ વિશ્વમાં લઈ જતા. કમાલ ખાનના નિધનથી સમગ્ર મિડીયા જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
પ્રેસ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા મોટા ઝીંઝુડા નજીક આવેલા રાધીકાસાહેબ આશ્રમ ખાતે કમાલ ખાનને શ્રધ્ધાંજલી માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ટીવી, અખબાર અને ડિજીટલ મિડિયાના પત્રકારો દ્વારા કમાલ સરને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. રાધીકાસાહેબ બાપુ દ્વારા મૃતકના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો પત્રકારો દ્વારા કમલા ખાનને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.