તાલુકા પંચાયતમાં લગેલ ફાયરસેફટી તેમજ ઓફિસમાં ફરતા મુકેલ પંખાઓ રામ ભરોસે.. જવાબદાર કોણ???
માર્ચ એન્ડીંગ સમયે હારીજ તાલુકા પંચાયત કચેરી ના તમામ કર્મચારીઓને સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાની ચેમ્બર્સમાં ફરજીયાત હાજરી જરૂરી છે તયારે હારીજ તાલુકા પંચાયત કચેરીમાં પોતાની મરજી મુજબ મન ફાવે તેમ શાખાકીય કર્મચારીઓ હાજર રહેતા હોય તે બાબત જાણવા મળતા ગત મંગળવાર ના રોજ તાલુકા પંચાયતનું મીડિયા દ્વારા રિયાલિટી ચેકીંગ કરતા ચેમ્બરોમાં ખાલી ખુરશીઓ સિવાય કોઈ પણ કર્મચારી હાજર ન હોવા છતાં પંખા ચાલુ જોવા મળ્યા હતા… કચેરીમાં આવેલ મનરેગા વિભાગ, બાંધકામ શાખા, હિસાબી સખા સહિત ના કર્મચારીઓની ઓફિસો માં નહિવત હાજરી જોવા મળી હતી તેમજ સરકાર દ્વારા ફાયરસેફટી નિયમ ફરજીયાત લાગુ કરવામાં આવ્યો છે તેમ છતાં તાલુકા પંચાયત કચેરીમાં ફાયરસેફટી ના ધજાગરા ઉડાવતા એક્સપાયરી ડેટ ના સિલિન્ડરો કેમેરામાં કેદ થાય હતા ..જો સરકારી કચેરીઓ માં આવી ફાયરસેફટી ના નિયમો નેવે મુકાયા હોય તો પછી અરજદારો ની સેફટી કોના ભરોસે ???.. ઓફિસો માં કર્મચારીઓ સહિત અરજદારો જીવના જોખમે કામ કરી રહ્યા છે જો કોઈપણ ઘટના બને તો જવાબદાર કોણ?? એવા અનેક સવાલો ઉભા થયા છે… હારીજ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ સુધરશે કે પછી દિન પ્રતિદિન આવી રીતે પોતાની જવાબદારી નિભાવશે… સમય સર હાજર ન રહેનાર કર્મચારીઓ સામે જિલ્લા તંત્ર કાર્યવાહી કરશે કે નહીં એ જોવાનું રહ્યું…
રીપોટર. કમલેશ પટેલ. પાટણ.