હારીજ તાલુકા ના જાસકા ગામે ૨૬ જાન્યુઆરી બંધારણ અમલીકરણ દિવસ ની કરવામાં આવી અનોખી ઉજવણી

0
9


કાર્યક્રમ ની શરૂવાત ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર તથા દીપ પ્રગટાવી કરવામાં આવી

આજે તારીખ ૨૬ જાન્યુઆરી ના રોજ જાસકા ગામે નવ સર્જન ટ્રસ્ટ દ્વારા ચાલતી ભીમ શાળા ના બાળકો દ્વારા બંધારણ અમલીકરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા અલગ અલગ નાટકો રજૂ કરવામાં આવ્યાં જેમાં
અંધશ્રદ્ધા ભગાવો વિજ્ઞાન અપનાવો
મહિલાઓ માટે શિક્ષણ ની શરૂવાત કરનાર સાવિત્રી ફુલે તથા ફાતિમા શેખ વિશે સુંદર નાટક રજુ કરવામાં આવ્યું
ભીમશાળા માં બાળકો ને આપવામાં આવતાં પ્લે કાર્ડ વાંચન કરવામાં આવ્યું
ડૉ બાબાસાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર વિશે ભીમ શાળા વિશે ભીમ રુદન સિક્કા બાબતે પ્લે કાર્ડ બાબતે શ્રી નરેન્દ્રભાઇ પરમાર નવ સર્જન ટ્રસ્ટ પાટણ દ્વારા હાજર તમામ લોકો ને માહીતી આપવામા આવી કાર્યક્રમ માં પ્રાથમિક શાળા ના આચાર્ય ખાનસિંહભાઈ વાઘેલા દ્વારા તમામ બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી દિનેશભાઇ પરમાર દ્વારા દરેક બાળકો ને કંપાસ આપવામાં આવ્યાં નરેદ્રભાઈ પરમાર દ્વારા બાળવાર્તા ની બોધકથા ની પુસ્તિકાઓ ફણગો
પતંગિયા અને
ચાબુક નો ચચરાટ
દરેક બાળકો ને આપવામાં આવેલ
પોલીસ ટ્રેનિંગ માં દોડ માં પાસ થયેલ યુવા ભાઇઓ બહેનો દ્વારા
નરેન્દ્રભાઈ પરમાર
જેઠાભાઈ પરમાર અને
અમૃતભાઈ પરમાર નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભીમ શાળા ના એક્ટિવ ભીમ સૈનિક અમૃતભાઈ પરમાર દ્વારા તમામ બાળકોને તૈયાર કરવામાં આવેલ સાથે કાર્યક્રમ નું એલાઉન્સ અને આભાર વિધિ અમૃતભાઈ પરમાર દ્વારા કરવામાં આવી જાસ્કા ગામ ના ભાઇઓ બહેનો વડીલો અને બાળકો એ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યાં અને
નવ સર્જન ટ્રસ્ટ ને શૈક્ષનિક હેતુ માટે ૫૦૦ રૂપિયા દાન આપવા માં આવ્યું
રીપોટર. દતેશ ઠકકર . ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here