દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની કજુરડા, લાલુકા, બેરાજા, માંઝા સહિતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રના અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ઉપરાંત વિશ્વ સિંહ દિવસની નિમિતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું માસ્ક પહેરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
૦૦૦