ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ટીમને મળેલ માહિતી મુજબ સૂર્ય નગર વિસ્તારમાં એક બાળક બ્લડ કેન્સરથી પીડિત છે તેવી જાણ થતા ચાઈલ્ડ લાઈન ટીમ મેમ્બર રાજુ દેસાઈ અને દશૉલી પટેલ દ્વારા બાળકની ઘર મુલાકાત કરવામાં આવેલ મુલાકાત દરમિયાન જાણવા મળેલ કે બાળક છેલ્લા પાંચેક વર્ષથી બ્લડ કેન્સર પીડિત છે તેની આર્થિક પરિસ્થિતિ ઘણી દયનીય છે તેથી ચાઈલ્ડ હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર અલ્પેશભાઈ કનોડિયાને રજૂઆત કરી રાસન કિટની વ્યવસ્થા કરવામાં આવેલ અને ચાઈલ્ડલાઈન ટીમ દ્વારા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ ને બાળકને મદદ થઈ શકે તે માટે રજૂઆત કરવામાં આવેલ.
પાટણ ના ધારાસભ્યશ્રી ડૉ કિરીટભાઈ પટેલ સાહેબે પાટણ ની સેવાકીય સંસ્થા એકટીવ ગૂપ – પાટણ ને જાણ કરી હતી અને બાળક ની હાલત ખુબજ ગંભીર છે તમારી સંસ્થા તરફથી જેટલી મદદ થાય તેટલી કરશો.
એકટીવ ગૂપ – પાટણ દ્વારા તેમના ધરની મુલાકાત લેતા જાણવા મળેલી માહિતી બાળક ને છેલ્લા પાચં વષૅ થી બ્લડ કેન્સર છે અને તે બાળક કેટલાક વષૉ થી લીક્વીડ ઉપર છે બાળક ના ખૅચ ને પોહચીવળવા માટે દરરોજ એક લીટર દુધ ની જરૂર હતી તે માટે (1)એકટીવ ગૂપ ના દાતાશ્રી રીતેશભાઈ પટેલ (અંબે ગ્લોરી બંગ્લોઝ) તરફથી રૂપિયા 1500/-દર મહિના ની 1 તારીખે રૂપિયા મોકલી આપીશું તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
(2) દાતાશ્રી ની રૂબરૂ મુલાકાત માં દાતાશ્રી તરફથી દર મહીના ની 1 તારીખે રૂપિયા 3000/- બાળક ના બેંક ખાતામાં મોકલી આપીશું તે ની જાણ તેમના પરીવાર ને કરી હતી બાળક મૃત્યુ ના એક દિવસ પહેલા કરી હતી
પાટણ શહેર માટે દુઃખદ સમાચાર પાટણ શહેરનો લાડકો દિકરો સ્વ.સંદિપ ભીલ કેન્સર સામે જીંદગીની જંગ હારી ગયો છે
અચાનક બાળક ના મૃત્યુ ના સમાચાર સાંભળી ખુબજ દુઃખ થયું
મૃતક બાળક ના ધરે આવેલી અણધારી આફત નો સામનો કરવા એકટીવ ગૂપ – પાટણ દ્વારા દાતાશ્રી ને જાણ કરાતા દાતાશ્રીએ તુરતજ રૂપિયા 12000/- રોકડા મોકલી આપવામાં આવ્યા હતા,
(3) દાતાશ્રી મુકેશભાઈ દેસાઈ (રીલાયન્સ ફાઉન્ડેશન)તરફથી બાળક ના પરીવાર ને રૂપિયા 1000/- રોકડા મોકલી આપવામાં આવ્યા હતા,
(4) દાતાશ્રી તરફથી એક મહીનો ચાલે તેટલી (તેલ,થી માડીને નાવા ધોવાના સાબુ, માચીસ નું બોક્ષ સુધી કરીયાણા ની રાસનકીટ માં મુકવામાં આવેલ હતી તેવી રાસનકીટ મોકલી આપવામાં આવી હતી,
સ્વ.સંદિપ ભીલનાં વિધવા માતા તથા નાનીને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એજ પ્રભુને પ્રાર્થના………..
સાથે સાથે એકટીવ ગૂપ – પાટણ ના સભ્યશ્રીઓ તરફથી સ્વ સંદિપ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ
રીપોટર.કમલેશ પટેલ. પાટણ