અહેવાલ હુસેન દિવાન તસવીર વનરાજ થોરી
હિંમતનગર શહેર કૉંગ્રેસ અને ફાતેમા હોસ્પિટલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ માધવસિંહ સોલંકી ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હસનનગર વિસ્તારમાં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં સૌથી વધુ ચાર વખત સફળ મુખ્યમંત્રી રહી ચુકેલ માધવસિંહભાઈ સોલંકીનું આધુનિક ગુજરાતના નિર્માણમાં યોગદાન અવિસ્મરણીય છે. તેમની પ્રેરણાથી સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ. પ્રાથમિક થી પોષ્ટ ગ્રેજ્યુએટ સુધી કન્યા કેળવણી મફત, નર્મદા યોજના, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ગુજરાતની GIDC ની સ્થાપના અને વિકાસ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ ની રચના જેવા અનેક પ્રગતિશીલ કામો માટે માધવસિંહભાઈ સોલંકીને હમેંશા યાદ રાખવામાં આવશે.
ત્યારે આજરોજ હિંમતનગર કૉંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરી એકવીસ યુનિટ રક્તદાન કરી પ્રથમ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી
આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ લાલસિંહ પરમાર શેહેર પ્રમુખ પ્રિયવદન પટેલ ઈમરાન બાદશાહ મુદ્દસર વિજાપુરા પુર્વ નગરપાલિકા સદસ્ય રહિશાબાનું પઠાન ટી વી પટેલ કાંતિભાઇ ગામેતી પારસબેન ઝાલા તથા યુસુફભાઇ બચ્ચા ઉપસ્થિત રહ્યા હતાં
સમગ્ર કાર્યકમ નુ આયોજન કાઁગ્રેસ ના શેહેર મંત્રી રફીક કુરેશી અને સલમાન શેખ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં ફાતેમા હોસ્પિટલ અને રેડક્રોસ દ્વારા તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી