જી.એન.પી.સી ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના ઉપક્રમે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન…
બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીની અધ્યક્ષતામાં બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા..
બનાસકાંઠામાં ગ્રામીણ રોજગાર અને સ્વનિર્ભરતાના પ્રણેતા તેમજ ભારતનું ગૌરવ અને એશિયાની સૌથી મોટી બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની ૧૦૪મી જન્મ જયંતી નિમિત્તે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જિલ્લામાં બાદરપુરા ઓઇલ મીલ ખાતે તથા નળાસર ખાતે સ્વ. ગલબાભાઈ પટેલની જન્મ જયંતીની સેવાકીય ઉજવણીના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાદરાપુરા ઓઇલ મીલ ખાતે ૨૬ બોટલ તથા નળાસર ખાતે ૫૪ બોટલ મળીને કુલ ૮૦ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. હવે પછી આ બ્લડને જનરલ હોસ્પિટલ ખાતે દાખલ જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક પૂરું પાડવામાં આવશે. બનાસ મેડિકલ કોલેજના વિવિધ કર્મચારીઓ તથા નળાસર ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું હતું. આ સાથે તમામ દાતાઓને નાસ્તો તથા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ તમામ દર્દીઓને અમુલ પેકિંગનું પ્રવાહી આપવામાં આવ્યું હતું.
આ સિવાય વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલ પાલનપુર નર્સિંગ કોલેજ બિલ્ડીંગના લેક્ચર હોલ-૨ ખાતે તથા બનાસ મેડિકલ કોલેજ ખાતે પણ સ્વ. ગલબાકાકાને યાદ કરીને પુષ્પાંજલી અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે આજે જિલ્લામાં સહકારી ક્ષેત્રના પ્રણેતા સ્વ.ગલબાભાઈ પટેલે જોયેલા સ્વપ્નોને જી. એન.પી.સી ટ્રસ્ટ આગળ વધારી રહ્યું છે. આજના આ વિવિધ પ્રસંગોમાં CEO ડૉ.સતીષ પાનસુરીયા, ડીન ડૉ. પ્રીતિબેન જૈન, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલ જોશી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિશાંત ભીમાણી, એડિશનલ ડીન ડૉ. આનંદ મહિન્દ્રા, બાદરપુરા ઓઈલ મીલ ડી.જી.એમ સી.જે. કરેણ, હિતેશભાઈ કુશ્કલ, અબ્બાસભાઈ, વીરભદ્રસિંહ, વિપુલભાઈ સહિત બનાસ મેડિકલ કોલેજનો સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..