સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી માટે કચ્છ વહીવટીતંત્ર સજ્જ

0
2

૦૦૦૦

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની વિશેષ ઉપસ્થિતિમાં

ગાંધીધામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

૦૦૦૦

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ ધ્વજવંદન કરીને

અધિકારીશ્રીઓને સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું

૦૦૦૦

ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત ગાંધીધામ ખાતે તિરંગાને સલામી આપીને

જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થશે

૦૦૦૦

ગાંધીધામ ખાતેની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકોને

સહભાગી થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ

૦૦૦૦

ભુજ, મંગળવાર:

કચ્છના જિલ્લાકક્ષાના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીધામના રમતગમત સંકુલ ખાતે ગુજરાતના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદહસ્તે થનારી છે. આજરોજ પ્રોટોકોલ સમયનુસાર સવારે ૯.૦૦ કલાકે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની દેખરેખમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.

     આ રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રી અમિત અરોરાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડની પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કલેક્ટરશ્રી અમિત અરોરાએ સરકારશ્રીના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લાકક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ગાંધીધામ ખાતે સ્વાતંત્ર્ય પર્વના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેકટરશ્રીએ નિહાળ્યો હતો. નાગરિકો ગાંધીધામ ખાતે આયોજિત જિલ્લાકક્ષાની ઉજવણી સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે.



    આ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના રિહર્સલ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, તાલીમી સનદી અધિકારીસુશ્રી ઈ. સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ પરમાર, ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, મામલતદારશ્રી રાહુલ ખાભરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, પીજીવીસીએલ અંજાર વતૂર્ળના મુખ્ય અધિક્ષક ઇજનેરશ્રી એ.એસ.ચૌધરી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ. કશ્યપ બૂચ, વિદ્યુત વિભાગના ઇજનેરશ્રી જયકરણ ગઢવી, ચીફ ઓફિસરશ્રી સંજય રામાનુજ, પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી ભૂમિત વાઢેર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.વી રાજગોર અને મુકેશ ચૌધરી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ -દિપક આહીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here