સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર નાં તમામ વિભાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું આયોજન કરવામાં આવ્યું

0
1

૨૧ જૂન એટલે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ…!! ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા ભારતના યોગ ને વિશ્વ ફલક ઉપર સ્થાન મળ્યું છે. આ પ્રસંગે ૨૧ જૂન નાં દિવસે સમગ્ર વિશ્વ માં યોગ દિન ની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણીના ભાગ રૂપે પાલનપુરની જાણિતી શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિભાગોમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી .
નાના ભૂલકાઓ થી લઇ કોલેજની દીકરીઓ, વાલીશ્રીઓ સહિત તમામ શિક્ષકોએ પણ યોગ કરી આ દિવસનું મહાત્મ્ય જાળવ્યું હતું .
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થા નાં પ્રમુખ રમેશભાઈ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના બાલમંદિર થી લઇ કોલેજ નાં આચાર્ય, ઉપાચાર્ય , સુપરવાઈઝર અને સ્ટાફ મિત્રો સહયોગથી કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here