સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં સ્કાઉટ -ગાઈડ ચિત્ર સ્પર્ધા યોજાઇ

0
20


સ્કાઉટીંગ- ગાઈડિંગ પ્રવૃત્તિ બાળકોને ઉમદા નાગરિક બનાવતી એક પ્રકારની સ્વૈચ્છિક અને અનૌપચારિક શૈક્ષણિક યોજના છે. આ સ્પર્ધાનો હેતુ બાળકોને શરીરે દ્રઢ, મનથી જાગ્રત અને નીતિ- આચાર- વ્યવહારમાં પ્રામાણિક બનાવવાનો છે. ગમ્મત સાથે જ્ઞાન, રમતા- હસ્તા ઉત્તમ બાબતોને કેળવણી આ પ્રવૃત્તિનું વિશિષ્ટ લક્ષણ છે. આ હેતુસર શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા, પાલનપુરનાં સ્કાઉટ -ગાઈડના બાળકોએ ઉત્સાહભેર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. તદઉપરાંત,આ પ્રસંગે સ્કાઉટ માસ્ટર જીતુભાઈ પટેલ અને ગાઈડ કેપ્ટન છાયાબેન પ્રજાપતિ એ સ્કાઉટિગ પ્રવૃતિની માહિતી આપી હતી.
આ ચિત્ર સ્પર્ધામાં સ્કાઉટ વિભાગમાં પ્રથમ નંબર- હર્ષિલ રીંકલભાઈ પટેલ, દ્વિતીય નંબર- આયુષ રાકેશકુમાર વાઘેલા,તૃતીય નંબર- રુદ્ર અમિતભાઈ પટેલ તથા ગાઈડ વિભાગમાં પ્રથમ નંબર- નિરાલી કલ્પેશભાઈ ભાણોતર, દ્વિતીય નંબર- ધ્રુવાશી પ્રકાશસિહ રાણા, તૃતીય નંબર-અંતરા પ્રવિણભાઈ ચૌધરી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત દ્વારા કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here