સ્વચ્છ શહેર તરીકે બીજો નંબર પ્રાપ્ત કરનાર પાટણ શહેરમાં ઠેર ઠેર સજૉયુ ગંદકી નું સામ્રાજ્ય…

0
8

રોડ ની બન્ને સાઈડ ગંદકીના ઢગ ખડકાતા માખણીયા પુરા નો 12 ફુટ નો માગૅ ફકત 2 ફુટ નો થઈ ગયો…

બે દિવસમાં વિસ્તારની ગંદકી દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો પાલિકાના વાહનો રોકી ચક્કાજામ કરવાની ચિમકી..

પાટણ તા.16
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય તેવી પ્રતિતિ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ઉદભવતી વિવિધ સમસ્યાઓ નાં કારણે પાટણના નગરજનો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને સ્વચ્છ શહેર તરીકે સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આપી સ્વચ્છતા સન્માન થી નવાજી રહી છે જો ખરેખર સરકાર દ્વારા આવી ઠેર ઠેર સજૉયેલી ગંદકી ફેલાયેલી પાટણ નગરપાલિકાને બીજા નંબરની સ્વચ્છ સીટી નો પુરસ્કાર આપતી હોય ત્યારે ગંદકી ની વ્યાખ્યા શું સમજવી તે એક પ્રશ્ન પણ શહેરીજનો માં ઉઠવા પામ્યો છે.
એક તરફ પાટણ શહેર ભાજપ પ્રમુખ ભાજપ શાસિત નગરપાલિકા ની વાહ વાહ કરતાં હોય તેમ સ્વચ્છ પાટણના ખોટા બણગાં ફુકી રહ્યા છે ત્યારે ખરેખર શહેર ભાજપ પ્રમુખે ભાજપ શાસિત નગરપાલિકા ની અણ આવડતના કારણે જીવતા જીવત નર્ક ના દર્શન કરવા વોર્ડ.9 નાં માખાનિયા પુરાના રહિશો ને મજબુર બનાવ્યા છે.
શહેરના માખણીયાપુરા વિસ્તારમાં ઘન કચરાના નિકાલ ની જગ્યા ઉપર અહીંથી પસાર થવા બાર ફૂટ પહોળો રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે પરંતુ પાલિકા સફાઈ કમૅચારીઓ દ્વારા શહેર માંથી ઉલેચવામાં કચરાના ટ્રેકટરો ધન કચરા સ્થળે ખાલી કરવાની જગ્યાએ ઉપરોક્ત રોડ ની બન્ને સાઈડ ઠલવી દેતાં હોવાનાં કારણે બાર ફુટ પહોળા રસ્તા ની પહોળાઈ ધટી ને માંડ બે ફૂટ ની થઈ જવા પામી છે.તો ચમાર કુંડ માં જવાનો રસ્તો તો સદંતર બંધ થઈ જતા મરેલા ઢોર ને રોડ ની સાઇડ માં પાલિકા નાં કમૅચારીઓ નાખી ને જતાં રહેતા હોય છે જેનાં કારણે આ વિસ્તારના લોકો ને અસહ્ય દુર્ગંધ સાથે નકૉગાર ની સ્થિતિ ભોગવવી પડી રહી છે. તો આ વિસ્તાર માંથી ચુંટાયેલા નગર સેવકો પણ આ વિસ્તાર ની મુલાકાત ન લેતા કોર્પોરેટર તરીકે ચુંટાયા પછી તું કોણ ને હું કોણ જેવી હાલત અહીંના મતદારો ની જોવા મળી રહી છે.
માખણીયા પુરા વિસ્તારની સમસ્યા થી આ વિસ્તારના લોકો એ બે દિવસ અગાઉ પાલિકા પ્રમુખ નો ટેલિફોનિક સંપકૅ કરી અવગત કર્યા હતા પરંતું આ ગંદકી ની સમસ્યા નું નિવારણ લાવવા માટે તેઓ પણ લાચાર હોય તેવી પરિસ્થિતિ તેઓના જવાબ ઉપરથી અનુભવતા આ વિસ્તારના રહીશો એ સોમવાર સુધીમાં માખણીયા પુરા વિસ્તારની ગંદકી દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો નાં છુટકે આ વિસ્તારના ખેડૂતો અને રહિશો ને પાલિકાના વાહનો રોકી માગૅ ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી હોવાનું આ વિસ્તારના ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here