Home BG News સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે શ્રી રવિ શંકરે સંભાળ્યો પદભાર.

0

જામનગર કલેકટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર શ્રી રવિ શંકરની રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ(SOUADTGA)નાં મુખ્ય કારોબારી અધિકારી(CEO) તરીકે બદલી સાથે નિમણુંક થતા શ્રી રવિ શંકરે આજરોજ તારીખ- ૨૩/૦૬/૨૦૨૧,બુધવારે પદભાર સંભાળ્યો છે.આજે શ્રી રવિશંકરનું કચેરી ખાતે આગમન થતા ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

વર્ષ ૨૦૦૭માં ભારતીય સનદી સેવામાં સીધી ભરતીથી પસંદગી પામીને થરાદ,બનાસકાંઠા ખાતે મદદનીશ કલેકટર તરીકે જોડાઈને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી રવિ શંકરે જિલ્લા વિકાસ અધિકારી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ, જિલ્લા કલેકટર ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જૂનાગઢ મહાનગરપાલિકા,કમિશનરશ્રી, આદિજાતી વિકાસ અને જિલ્લા કલેકટર જામનગર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.

SOUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, સરકારે આ વિસ્તારનાં સંકલિત વિકાસની સાથે પ્રવાસનને વેગ આપીને સ્થાનિક પ્રજાનાં આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવા માટે SOUADTGAની સ્થાપનાં કરી છે,આ થકી સરકારશ્રીનાં આ પવિત્ર ઉદ્દેશ્યને સાકાર કરવા ટીમ યુનિટી વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

                             અધિક કલેકટર
                                           સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને                                    
                                              પ્રવાસન નિયમન સતામંડળ
                                                  કેવડીયા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version