પંચમહાલ
શ્રી પ્રકાશ માં અને ઉ.માં શાળા સીમલીયા ખાતે ઉચ્ચતર વિભાગમાં ફરજ બજાવતા શ્રીમતી રમીલાબેન એચ જોષી નો વિદાય સંમારભ યોજાયો હતો આ પ્રસંગે પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ પંચાલ સાહેબ માજી ચેરિટી કમિશનર શ્રી અમરીષભાઈ ઉપાધ્યાય સાહેબ માજી ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ સાહેબ તેમજ આમંત્રિત મહેમાનો અને ગામના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.એસ. પંચાલ સાહેબે શિક્ષકની ભૂમિકા અને ફરજો વિશે વિસ્તૃત માહિતી આપી હતી શાળા મંડળના પ્રમુખશ્રી નટવરસિંહ કે ચૌહાણ સાહેબે શ્રીમતી આર જોષી બેનના કાર્યકાળ દરમિયાન શાળામાં કરેલ કામગીરીને બિરદાવી હતી અંતમાં શાળાના આચાર્યશ્રી એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી આભારવિધિ કરી હતી
રીપોર્ટ….. જીતેન્દ્ર ઠાકર