પાલનપુર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ માં યોજાયો કાર્યક્રમ
પાલનપુર ગુરુનાનક ચોક નજીક આવેલ બાબાસાહેબ આંબેડકર હોલમાં સામાજિક એકતા જાગૃતિ મિશન અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના સંયુક્ત ઉપક્રમે સંવિધાન ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો ગત 26 નવેમ્બર ના સંવિધાન દિવસ ની ઉજવણી રાષ્ટ્ર ભરમાં હતી ત્યારે અધિકારી ગણ ચાલુ દિવસ ના કારણે આ કાર્યક્રમથી વંચિત ના રહી જાય તે માટે સામાજિક એકતા જાગ્રૃતિ મિશન ના બનાસકાંઠા ના હોદ્દેદારો અને કાર્યક્રરો તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તારીખ 28 નવેમ્બર ના રવિવારે યોજાયો હતો જેમાં આવેલ તમામ મહેમાનો નું કુમકુમ તિલક કરી જોરદાર સ્વાગત કરાયું હતું ત્યારબાદ તમામ મહેમાનો ને ફુલહાર,શાલ,બુકે,અને મોમેન્ટો આપી આયોજકો દ્વારા સ્વાગત કરાયું હતું સામાજિક એકતા જાગ્રૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ ની ઊજવણી અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ બનાસકાંઠા અધિક કલેકટર એ.ટી.પટેલ દ્વારા લોકોને સંવિધાન ગૌરવ દિવસના પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું તમામ લોકોએ છેલ્લે પોતાની જગ્યાએ ઊભા થઇ દેશના રાષ્ટ્રીયગાન કરી પ્રોગ્રામ ની સમાપ્તિ કરાઈ હતી
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેકટર એ.ટી.પટેલ,સામાજિક એકતા જાગ્રૃતિ મિશન પ્રદેશ પ્રભારી ભીમજી બેડવા,પ્રદેશ અધ્યક્ષ ભાવનાબેન રાઠોડ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના પ્રમ વાલાભાઈ મકવાણા, મહામંત્રી જીતેન્દ્ર કુમાર પરમાર, સલાહકાર સંજય સુતરીયા,સંગઠનમંત્રી ગુજરાત રાજ્ય પરીસંઘ ઉત્પલ કુલકર્ણી,સામાજિક એકતા જાગ્રૃતિ મિશન બનાસકાંઠા પ્રભારી ધર્મેશભાઈ ગોહિલ,કિરણ પરમાર,ઉપાધ્યક્ષ વિક્રમભાઈ સોલંકી, વિપુલભાઈ બોરેચા સહિત બનાસકાંઠા ની સમગ્ર ટીમ અને આ કાર્યક્રમના અધ્યક્ષ અને સામાજિક એકતા જાગ્રૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાથે અનેક કાર્યકરો આ કાર્યક્રમ માં પરીવાર સાથે બહોળી સંખ્યામાં હાજર રહ્ય હતા.
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ