હિંમતનગર :
ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાની આજરોજ જિલ્લા કારોબારી બેઠક પ્રાંતિજ તાલુકાના સાંપડ મુકામે સ્વર્ગસ્થ જયેન્દ્રસિંહ રાઠોડ સભાખંડમાં મળી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે જણાવેલ કે, આજે કવિ દામોદરદાસ ખુશાલદાસ તેમજ કાલભૈરવ જયંતી પણ છે આજે આપણે જે સભાખંડ નું નામ આપ્યું છે તે આપણા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેલા અને મારા પણ પ્રેરણા રહ્યા છે અને તમારા પણ પ્રેરણા રહ્યા છે તેવા સ્વર્ગસ્થ જયેન્દ્રસિંહ રાઠોડની આપણે આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જે.ડી.પટેલે જણાવેલ કે સખત પરિશ્રમ સમય નક્કી કરતો હોય છે, આપણે સાૈ કાર્યકર્તા પોતાનું મૂલ્યાંકન જાતે કરવાનું છે પોતાનું સન્માન પણ જાતે કરવાનું છે તમે અહીંયા 11 લાખ પૈકીના છો સમાજમાં શ્રેષ્ઠતા એ રાજનીતિ નું પહેલું પગથિયું છે આગામી કાર્યક્રમો થશે અવરોધો પણ આવશે પર શ્રદ્ધા ગુમાવતા નહીં રાજનીતિમાં આ સાધારણ બાબત છે આપણે ઇચ્છાશક્તિથી જોડાયા છીએ, તેથી દરેક કામ આનંદથી કરવું જોઈએ એટલે ચૂંટણીઓની તૈયારી વિધાનસભા ની 4 એ સીટ જીતી આપણા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ને જીત ની ભેટ આપવાની છે તેથી તમામ કાર્યકર્તાઓ માં ખૂબ જ ઉત્સાહથી કામ કરે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ સંગઠન હોય કે સરકારી ક્ષેત્ર માં નાના માણસનું વિચારી રાજ્યમાં સરકાર હોય કે ન હોય છતાં પણ દરેકને લક્ષ માં રાખી યોજનાઓ બનાવી છે સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરીએ જણાવેલ કે, આપણા પેજ સમિતિના પ્રણેતા, ઉર્જાવાન સૌના પ્રણેતા સી.આર.પાટીલ સાહેબ ના સખત પરિશ્રમથી આપણે પણ તેટલા જ ઊર્જાવાન બની સંગઠનનું કામ આગળ વધાવી વિધાનસભાની ચૂંટણીઓ જીતવી એ આપણું મુખ્ય લક્ષ છે, રેખાબેન ચૌધરીએ વધુમાં જણાવેલ કે ભારતીય જનતા પક્ષમાં 365 દિવસ ઉત્સાહ જોવા મળે અમારું સંગઠનનું કામ પ્રભારી એટલે સંગઠનમાં એક બીજાના પૂરક બની કામ કરવું જ્યાં ત્રુટિઓ હોય ત્યાં ધ્યાન દોરવું અને કામ કરવું. ભારત એ બાપડો બિચારો નથી એ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ વિશ્વને કોરોના કાળ માં બતાવી દીધું છે. પ્રશિક્ષણ વર્ગમાં આપણને આપણા દેશના નેતાઓ તેમના બલિદાનો તપસ્ચરીઆઓ તેમજ ભાજપની વિચારધારા કેન્દ્ર અને રાજ્ય સરકારે છેવાડાના માનવીને લક્ષ માં રાખી કરેલા કામો સહિત અનેક બાબતોનું જ્ઞાન પીરસવાનું અને જ્ઞાન લેવાનું એટલે પ્રશિક્ષણ વર્ગ છે જેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ તેમજ અમિતભાઈ, નડ્ડા જી, સી.આર.પાટીલ સાહેબ સહિત તેમના માર્ગદર્શનથી વિવિધ વકતાઓએ આપણને નવા ઉર્જા સાથે કામ કરવાનો અનોખો મોકો મળશે એ જીવનમાં ભૂલી શકાય તેમ નથી આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ રાજકીય પ્રસ્તાવ મુકેલો જેમાં બેઠકમાં બધાએ અનુમોદન આપવામાં આવેલ જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કરેલા કામો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમાજમાં સમાન વિચાર રાખી છેવાડાના માનવીને લક્ષ માં રાખી કરેલા કાર્યો યોજનાઓ તેમજ વિપક્ષ દ્વારા દેશમાં લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે વિકાસને અવરોધે છે તેની વાત કરવામાં આવેલ. મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પોતાના વિભાગમાં આવતા કામો એટલે મને સેવા કરવાનો મોકો મળ્યો છે તેમ જણાવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, અંત્યોદય અન્ન યોજના વગેરેની માહિતી આપેલ અને જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ ના માર્ગદર્શનથી આ વિભાગ દ્વારા દેશમાં એક પણ વ્યક્તિને ભૂખ્યો રાખ્યો નથી. આ પ્રસંગે સ્વર્ગસ્થ જયેન્દ્રસિંહ રાઠોડના પરિવારનું મરણોત્તર સન્માન કરવામાં આવેલ તેમજ પદ્મશ્રી એવોર્ડ સ્વર્ગસ્થ મહેશ કનોડિયા, નરેશ કનોડિયાને મળતા ધારાસભ્ય હિતુ કનોડિયા નો પણ સન્માન કરવામાં આવેલ. હિંમતનગર પાલિકાને સ્વચ્છતા અંગે પ્રથમ નંબર આવતાં પાલિકાના સત્તાધીશો નું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પાલિકા પ્રમુખ યતીન બેન મોદી, ઉપપ્રમુખ અમૃતભાઈ પુરોહિત, પૂર્વ પ્રમુખ નીલાબેન પટેલ, અનિરુદ્ધ ભાઈ સોરઠીયા, શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યા કુવરબા પરમાર, , હિતુ કનોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરૂભાઇ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ વગેરે પણ માર્ગદર્શન આપેલ, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ સ્વાગત પ્રવચન કરેલ, મહામંત્રી કનુભાઈ પટેલે કાર્યક્રમનું સંચાલન કરેલ તથા આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આ પ્રસંગે સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વિનર સિદ્ધાર્થ ભાઈ પટેલ, વેપાર સેલના કન્વીનર બીપીન ઓઝા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, વી.ડી. ઝાલા,સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ વગેરે હાજર રહેલ.
પંકજ ધુવાડ સાબરકાંઠા જિલ્લા મિડિયા કન્વિનર