સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડમા મૃતયું પામનાર પરીવારોને ન્યાય આપવા બાબતે કલેકટરશ્રી ને આવેદન પત્ર

0
15

હિંમતનગર, તા.08 02 2022
તસ્વીર : સતીષ ભટ્ટ


સરકાર ની અણધણ નીતિ અપુરતી વ્યવસ્થા દવા અને ઓક્સિજન નાં અભાવે કોરોના કાળ માં પિડીત અને મૃત્યું પામનાર ના સ્વજનો ને મહામારી કાયદા અંતર્ગત સરકારે કોરોના પીડીત અને મૃતક પરિવારજનો ને રુપિયા ચાર લાખ આપવા જોઈએ તેવી માંગ હેઠળ કોવીડ ૧૯ ન્યાયયાત્રા દ્વારા કોરોના પીડીત પરિવારો ન્યાય મળે તે હેતુથી નેકાર્યક્રમો કરી સરકારની ઊંઘ ઉડાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું અંતે સુપ્રીમકોર્ટ દ્વારા સરકારને ફરજ પાડવામાં આવી ત્યારે સરકારે ચાર લાખ નાં બદલે માત્ર પચાસ હજાર ચૂકવવાનું નક્કી કર્યું
સરકારે કેટલાયે પરિવારોને આ વળતર ચૂકવ્યું નથી ત્યારે તત્કાલ પ્રભાવથી સરકાર દરેક કોરોના પિડીત પરિવારો ને પચાસ હજાર ને બદલે રુપિયા ચારલાખચુકવે તેવી માંગણી સાથે સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજરોજ જીલ્લા કલેક્ટરશ્રી ને આવેદપત્ર આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા જીલ્લા પ્રમુખ કમલેશ પટેલ પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બરૈયા મહીલા પ્રમુખ જયોતિબેન દવે તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા શેહેર પ્રમુખ પ્રિયવદન પટેલ રતનબેન સુતરીયા સુરેશ પટેલ બળવંતસિંહ દેવડા ચંદ્રસિંહ ઝાલા જીલ્લા પંચાયત વિરોધપક્ષ નાં નેતા પ્રભાતસિંહ અશોક પટેલ દેવપટેલ રણજીતસિંહ સોલંકી હુસેન દીવાન યુસુફભાઈ બચ્ચા તાલુકાપંચાયત .જીલ્લા પંચાયત. નગરપાલિકા સદસ્યો વીગેરે કૉંગ્રેસ નાં હોદ્દેદારો અને કાર્યકરો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here