સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વિદાય સમારંભ યોજાયો

0
15

હિંમતનગર, તા.01 02 2022
તસ્વીર : સતીષ ભટ્ટ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તથા એકાઉન્ટ ઓફિસર શ્રીમતી ઉષાબેન ગામીત તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી વિપુલભાઈ સથવારા ની બદલી થતાં તેઓનો કચેરી ખાતે સન્માન તથા વિદાય સમારંભ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.કે. વ્યાસ સાહેબ ની અધ્યક્ષતામાં યોજવા આવ્યો.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ જે.ડી.પટેલ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, મંત્રી પી.જે.મહેતા ગુજરાત રાજ્ય માધ્યમિક સંવર્ગ સહ સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ હાજર રહ્યા. બંને અધિકારીઓની ઉત્તમ કામગીરી બદલ તેઓનું સન્માન કરી વિદાય શુભેચ્છા આપવામાં આવી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા આચાર્ય સંવર્ગ અધ્યક્ષ ગૌતમભાઈ ભટ્ટ, મંત્રી ભરતભાઈ પટેલ તથા માધ્યમિક સંવર્ગ મંત્રી મહેન્દ્રભાઈ સી. પટેલ દ્વારા બંને અધિકારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી. શ્રીમતી ઉષાબેન તથા શ્રી વિપુલભાઈની ઉત્તમ કામગીરીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૌ પદાધિકારી તથા સદસ્યશ્રીઓ બિરદાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here