નગરપાલીકા કે સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ હાજર ન હતી પોલીસ મિત્રની નવી નકોર ગાડી માસુમની જિંદગી બચાવવા દોડાવી..
ગોંડલ
“ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું !” તેવી જ ઘટના કુકાવાવ તાલુકાના દેવગામમાં બની હતી એમપીના શ્રમિક પરિવારના ચાર વર્ષના માસુમ બાળકોને સર્પે દંશદેતા ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી પરંતુ ખરા ટાણે જ નગરપાલિકાની કે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ હાજર ન હોય સેવાભાવી એ પોલીસે મિત્રની નવી નકોર ગાડીની મદદથી માસુમ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ઉમદા સેવાનું કામ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સરકારી દવાખાને સેવાનો પર્યાય બનેલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ સરકારી હોસ્પિટલે હતા ત્યારે કુકાવાવ તાલુકાના દેવગામે મજૂરી કામ કરતા મૂળ એમપીના સુનિલભાઈ દેસાઈ ચાર વર્ષના માસુમ પુત્ર રાજવીરને સર્પે દંશ દીધેલી હાલતમાં લઈને આવ્યા હતા માસુમ બાળક રાજવીર જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોય તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની તાતી જરૂરિયાત હતી પરંતુ ખરા ટાણે જ સરકારી હોસ્પિટલની કે નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હતી જે વાતની જાણ દિનેશભાઈ માધાડ ને થતા તેઓ અન્ય વાહન ની વ્યવસ્થા કરવા લાગ્યા હતા ત્યાં ગોંડલ સીટી પોલીસના કોન્સ્ટેબલ વિશાલભાઈ ગઢાદરાએ પોતાની નવી નકોર i20 ગાડી ની ચાવી દિનેશભાઈ ને આપતા માસુમ બાળકને શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.
આ તકે સેવાભાવી ટ્રસ્ટનાં પ્રમુખ દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે ખરા ટાણે જ એમ્બ્યુલન્સ ન હોય અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈએ પોતાની નવી નકોર i20 ગાડી ની ચાવી તેઓને સોંપી તે ખૂબ મોટી વાત છે, આ ઉપરાંત શ્રમિક પરિવાર પાસે સારવારના પૈસા પણ ન હતા જે અંગે શ્રીજી હોસ્પિટલના તબિયત ડોક્ટર પિયુષ સુખવાલા ને જાણ કરવામાં આવતા ડોક્ટર પીયુષ સુખવાલા એ પણ દરિયા દિલી દાખવી અને કહ્યું હતું કે પૈસાની એક પણ જાતની ચિંતા ન કરશો પહેલા જેમ બને તેમ ઝડપથી માસુમ બાળકને અમારી હોસ્પિટલે સારવાર માટે પહોંચાડો, સેવાભાવી, પોલીસમેન અને તબીબે ખરા અર્થમાં માનવતા દાખવી માસુમ ને નવજીવન બક્ષવા માં મદદ રૂપ થતા શ્રમિક પરિવાર અવાચક બની જવા પામ્યો હતો.
આશિષ વ્યાસ, દિપ વ્યાસ