સરસ્વતી તાલુકાના વડુ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પુજન સાથે શક્તિ પ્રદર્શન યોજાયું..

0
14

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , ભરતસિંહ સોલંકી , પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ,પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ખાસ હાજર રહ્યા..

2022 માં ગુજરાત નો સીએમ ઠાકોર સમાજ નોજ હોવો જોઈએ તેવું કરાયું આહવાન…

પાટણ તા.૧૫
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે વિજયાદશમીના પવિત્ર દિવસે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી 2022 ની ચૂંટણી ની રણનીતિ નક્કી કરી 2022 માં ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર સમાજ નોજ હોવો જોઈએ તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
સરસ્વતી તાલુકાના વડુ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિજયાદશમીના પવિત્ર પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજન સાથે સમાજના શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ શસ્ત્ર પૂજન સાથે આયોજિત શક્તિ પ્રદર્શનમાં ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા આગામી 2022 ની ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરી 2022માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર સમાજનો વ્યક્તિ હોવો જોઇએ તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
વડુ ગામે આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજના શસ્ત્ર પૂજન અને શક્તિપ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો કાર્યકરો એ ઉપસ્થિત રહી વિજયાદશમીના પર્વને યાદગાર બનાવ્યો હતો.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here