સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણ તેમજ એક્સ્યુકેટિવ કાઉન્સિલ મેમ્બર નરેન્દ્રભાઈ સોનીની ઉપસ્થિતિમાં સનરાઈઝ સ્કુલ દાહોદ ખાતે પુષ્પાંજલિ તેમજ જીવન અને કવન વિશે વિદ્યાર્થીઓ માહિતી મેળવે તે માટેના કાર્યક્રમ યોજાયો હતો.
સનરાઈઝ પબલિક સ્કૂલ દાહોદ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા , અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન અને કવન વિશે માહિતી આપી અને લોખંડી પુરુષનું મનોબળ કેવું લોખંડી હતું તે વિશે નું વક્તવ્ય આપ્યું હતું .આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નરેન્દ્ર ભાઈ સોની પ્રખર શિક્ષનવીદ ગોપાલભાઈ ધાનકા , શિક્ષણ શાસ્ત્રી કલસિંહભાઈ મેડા , સંસ્થાના ટ્રસ્ટી રવિ પંચોલી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ
દાહોદ