પંચમહાલ
પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધામણોદ માં 15 વર્ષથી ઉપરના બાળકોને રસીનો બીજા ડોઝ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે 15 વર્ષથી ઉપરના શાળાના બાળકોને કોવિશીલ્ડ ની રસી નો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરી હતી. બાળકોને પ્રથમ ડોઝ આપ્યા પછી 28 દિવસે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે બીજો ડોઝ આપવાની શરૂઆત શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ થી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી વાળંદ શૈલેષભાઈ CHO. બારીયા મનિષાબેન FHW, બારીયા દિવ્યાબેન FHW, બામણીયા શિલ્પાબેન FHW, ચૌહાણ દીપકકુમાર B mphw, બારીયા વિનાબેન આશાવર્કર, બારીયા ઉર્મિલાબેન આશાવર્કર, ની હાજરીમાં બાળકોને રસી નો બીજો ડોઝ અપાયો હતો.. તથા શાળાના આજના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી નીતાબેન બારૈયા દ્વારા બાળકોને રસી માટેનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.અને શાળાના તમામ સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા. સરકારની ગાઇડ લાઇન નું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવ્યું હતું
રીપોર્ટ…… જીતેન્દ્ર ઠાકર