શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરના ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર તારીખ : ૯-૧ ના રોજ યોજાશે

0
10

મોરબી ખાતે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે સર્વ રોગ નિદાન તેમજ રક્ત શિબિર કેમ્પ નુ આયોજન તારીખ ૯-૧-૨૦૨૨ ને રવિવાર ના રોજ સમય ૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરના પ્રાંગણમાં જ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે . કેમ્પ દરમ્યાન નીચે મુજબના રોગના નિષ્ણાત ડોકટરો દ્વારા વિનામૂલ્યે નિદાન તથા દવા આપવામાં આવશે.હાડકાના દુખાવા તથા તકલીફ , આંખની તપાસ , નાક – કાન ગળાના રોગોની તપા હદય – પેટ તથા કિડનીને લગતી બીમારીઓની તપાસ , બાળ રોગની તપાસ , ચામડીને લગતા રોગની તપાસ નામ લખાવવા માટે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ના દવાખાનાની અંદર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમિયાન આવી અને પોતાનું નામ લખાવાનું છે . એક ડૉક્ટરને બતાવવાના દસ રૂપિયા લેખે ટોકન ચાર્જ રાખવામાં આવેલ છે જેથી કેમ્પનો લાભ યથાયોગ્ય દર્દીઓને મળે . આ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે . તો રક્તદાન કરી કોઈનું જીવન બચાવવામાં સહાયક થાય . રક્તદાન માટે નામ અગાઉથી નોંધાવવું જરૂરી છે . ડૉ . પિયુષ દેત્રોજા M.D. , D.B.N. , IDCCM ( Gold Medalist ) જનરલ ફિઝિશિયન ડૉ . તૃપ્તિ સાવરીયા M.S. ENT કાન – નાક – ગળાના ડૉક્ટર ડૉ . ચિંતન એમ . મહેશ્વરી M.S. ( OPTHAL ) F.I.G.O આંખના ડૉક્ટર ડૉ . શરદરૈયાણી ( M.B.B.S , D.C.H ) બાળકોના ડૉક્ટર ડૉ . સાગર વી . હાંસલિયા ORTHOPAEDIC AND SPINE SURGEON હાડકાના ડૉક્ટર ડૉ . ભાવેશ શેરસીયા M.B.D.D.V. ( Skin ) ચામડીના સહિતના નિષ્ણાત ડૉકટર સેવા આપશે જેનો લાભ અચૂક લેવા એક યાદી મા જણાવામાં આવ્યું છે
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here