આજ રોજ શ્રી ખોડલધામ સમિતિ સાબરકાંઠા અને જીલ્લા કન્વીનર કુલદીપ પટેલ ના માગૅદશૅન હેઠળ સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના સાચોદર ગામ માં “કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં શ્રી ખોડલધામ સમિતિ સાબરકાંઠા જિલ્લાના સહ કન્વીનર ડૉ.સૌરભભાઈ પટેલ દ્વારા આયોજન કરી સાચોદર ગામ કન્વીનર મહેશ પટેલ તથા યોગેશ પટેલ તથા સહ કન્વીનર પુનિત પટેલ,ફેનિલ પટેલ, નાથાભાઈ પટેલ (મંત્રી નવ ગામ લેઉઆ પટેલ સમાજ) ઉપસ્થિત રહ્યા હતા.તેમણે કોવિડ-૧૯ વધારે ના ફેલાય તેવા વિશે લોકો ને માહિતિ આપી હતી અને લોકોને બોલાવીને રસી આપવી હતી.
શ્રી ખોડલધામ સમિતિ સાચોદર ના યુવાનો દ્વારા વડીલોને ઘરે થી કેમ્પ સુધી લાવા અને ઘરે મુકવા માટે ની વ્યવસ્થા કરવામાં આવી હતી તે બદલ સચોદર ગામ ના યુવાનો ને શ્રી ખોડલધામ સમિતિ સાબરકાંઠા તેમની વ્યવસ્થા ને બીરદાવે છે. અને કેમ્પમાં ગામ ના આશરે ૫૦ થી ૬૦લોકો એ બુસ્ટર વેક્સીન નો ડૉઝ લીધો હતો.