તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના બાળકો પણ સહભાગી થયા હતા.
બનાસકાંઠા જિલ્લા કક્ષાએ યોજાયેલ આ ખેલ મહાકુંભમાં શ્રીમતી સાળવી પ્રા.શાળાની બાળ ખેલાડી નિધિ જોશીએ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. વિજેતા થનાર આ બાળ ખેલાડીને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી બે હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયેલ છે. તદઉપરાંત,સ્પોર્ટ્સ ટીચર જીતુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના અન્ય બાળ ખેલાડીઓ જાનવી પટેલ અને મેરી પટેલ ટીમ ઇવેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ,શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત તથા સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પરિવારે પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.