શેરીયાજ પાસેના ‘બારા’ વિસ્તારને અલગ ગ્રામ પંચાયતનો દરજો આપવા માટે AIMIM જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલે ગુજરાત સરકાર પાસે માંગ કરી.

0
1

જૂનાગઢ

“વિકાસ માત્ર કહેવાથી નહીં કરવાથી થતો હોય છે પરંતુ ડિજિટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અન્યાય થતો હોય તેમ વર્ષો જુની અલગ ગ્રામ પંચાયત આપવાની માંગ હોવા છતાં આ સુવિધા પૂર્ણ કરવામા ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી હોય જેથી વિકાસના વટાણા થયા.
જૂનાગઢ જિલ્લામાં શેરીયાજ પાસેના “બારા” ગામને અલગ ગ્રામ પંચાયત ગામ ફાળવવા માટે કરી લેખિત માંગ.
નહીં મળે તો પ્રજાના હિત અને અધિકાર માટે એ.આઈ.એમ. આઈ.એમ. પાર્ટી સરકાર સામે આક્રોશ વ્યકત કરી પ્રજાને ન્યાય અપાવવા માટે લડત આપશે “સુલેમાન પટેલ”

સમગ્ર રાજ્યભરમાં વિકાસ આઝાદીકા અમૃત અને જન આશીર્વાદ જેવા શાસક પક્ષના નેતાઓ કાર્યક્રમો યોજી રહ્યા છે છતાં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ પાસેના “બારા” ખાતે વર્ષોથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અન્યાય થતો હોય જે અંતર્ગત સ્થાનિક લોકોના અગ્રણીઓ આગેવાનો દ્વારા અવાર નવાર મૌખિક રજૂઆતો કે લેખિત રજૂઆતો કરવામાં આવી હોય છતાં પણ વિકાસના વટાણા વેરતા રાજકીય નેતાઓ અને રાજ્ય તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ જૂનાગઢ જિલ્લા પંથકમાં વિકાસ લક્ષી કાર્ય માં નિષ્ફળ નિવડયુ હોય તેમ વર્ષોથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અન્યાય થતો હોય જેને ધ્યાને રાખી પ્રજાના હિત હક અધિકાર માટે એ આઈ એમ આઈ એમ પાટી ના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલે લેખિત રજૂઆત કરી શેરીયાજ પાસેના “બારા” ગામને પ્રજાહિત લાભ અપાવવા માટે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓ સમક્ષ પત્ર પાઠવ્યો છે જેમાં જણાવેલ વિગત એવી છે કે જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ “બારા” મુકામે વસતા આશરે ૫૦૦૦ લોકો વતી આ વિસ્તારના લોકોને અલગથી ગ્રામ પંચાયત આપવા અનેકવાર લેખીત અને મોખીક માંગણીઓ કરેલ હોવા છતાં હજુ સુધી અલગથી ગામ પંચાયત ફાળવવામા આવી નથી.જેથી અહીં વસતા તમામ લોકો ગ્રામ પંચાયતને લગતી સરકારી યોજનાઓનો સ્વતંત્ર લાભ લઈ શકતા નથી.હાલ અહી વસતા લોકો શેરીયાજ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા છે.રાજકીય પક્ષા—પક્ષીના કારણે આ વિસ્તારના લોકોને વિકાસના ઘણાં લાભોથી વંચિત રહેવુ પડે છે.પ૦૦૦ લોકોનો વર્ષોથી અહીં વસવાટ છે અને ૧૯૦૦ જેટલા મતદારો છે.જે સંખ્યા અલગ ગ્રામ પંચાયત આપવા માટે પુરતી હોવા છતાં તેઓની આ માંગ પુરી કરવામા આવી નથી.

માંગરોળ તાલુકાના ચોટલીવીડી વિસ્તારમા આશરે ૬૦૦ લોકો વસવાટ કરે છે અને ૨૨૫ મતદારો છે.છતાં ત્યાં સરકારે એક વર્ષ અગાઉ અલગ ગ્રામ પંચાયત ફાળવેલ છે.જયારે શેરીયાજ “બારા” ઉપર વસતા ૫૦૦૦ લોકોને આ સુવિધાથી માંગણી છતા વંચિત રખાયેલ છે.જે ગ્રામજનો ૫૨ અન્યાય છે.માટે તાત્કાલીક ધોરણે સર્વે કરાવી શેરીયાજ બારા વિસ્તારને ‘શેરીયાજ બારા’ ગ્રામ પંચાયતનો અલગથી દરજજો આપવા અમો ગ્રામજનોના સમર્થનમા માંગણી કરીએ છીએ.આ બાબતે તુરંતથી લોકશાહી વ્યવસ્થામા સહભાગી બનવા આ વિસ્તારના લોકોને તેઓની માંગણી મુજબ અલગ ગ્રામ પંચાયત ફાળવવા વિનંતી સહ માંગણી પત્રથી રજુઆત કરીએ છીએ.જે સબંધે ઘટતી કાર્યવાહી ક૨વા અને સત્વરે લાગતા વળગતા અધિકારીઓ અને રાજકીય નેતાઓ સમક્ષ લેખિતમાં પત્ર પાઠવ્યો છે અત્રે નોંધનીય છે કે ડિજિટલ યુગમાં પણ સૌનો સાથ સૌનો વિકાસ ની ચૂંટણી ટાણે નેતાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા ગ્રામ્ય વિસ્તારમાં કેવી છે તે તો જૂનાગઢ જિલ્લાના મતદાર પ્રજાજનો જાણે છે જેના ભાગરૂપે શેરીયાજ પાસેના “બારા” વિસ્તારમાં ખરા અર્થમાં વિકાસ કરવા અને ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાને લાભ આપવા ઝડપી ગ્રામ પંચાયત ફાળવા મા વિકાસ લક્ષી નેતાઓ કેટલા સફળ રહી ને પ્રજાના વિકાસ અને હિતલક્ષી કાર્ય કરે છે તે જોવાનું રહ્યું.

અલ્પેશ કગરાણા
જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here