.
ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ ગામમા અતિપ્રાચીન એવાં જુના શીતળા માતાજીના મંદિર ખાતે બુધવારે આસોસુંદ આઠમના રોજ મંદિરના પૂજારી દ્વારા આઠમના હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી દ્વારા જણાવામાં આવ્યું હતું કે શીતળા માતાજીનું આઠમનું હવન પરંપરાગત વર્ષો થી ચાલી આવતી પ્રણાલી પ્રમાણે દર વર્ષે વિધી વત રીતે કરવામાં આવે છે અને નવરાત્રિ ના ગરબા પણ અહીં વાળવામાં આવે છે .આઠમના હવન નો લાભ લેવા માતાજીના માઈ ભક્તો દૂર દૂર થી આવે છે. માતાજી ને નવરાત્રી માં રોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે.આઠમના દિવસે માતાજીનો શણગાર એટલો સુંદર હતો કે માતાજી ખુબજ સૌમ્ય રૂપ માં શોભી રહા હતા.આ પ્રસંગે માતાજી ના માઇ ભક્તો હાજર રહી આરતી હવન ના દર્શન કરી શ્રીફળ હોમ કરી માતાજીના દર્શનનો લાભ લઇ ખુબજ ધન્યતા અનુભવી હતી.
બીપીનજોષી
ખેડબ્રહ્મા