શહેરા ધાંધલપુર ખાતે ધાંધલપુર ખાતે પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0
8
  શહેરાના ધાંધલપુર ખાતે રૂપિયા સવા કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં થઈ હતી.  પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે નૂતન મંદિરના દ્વાર ખુલ્લા મુક્યા હતા. આ પ્રસંગે વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજાયો હતો અને ચીકન ગુનિયા તેમજ આ વિસ્તારમાં અનેક ચેપી રોગો થી મનુષ્યો તેમજ પ્રાણી માત્ર સુખી રહે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી, બીજી તરફ લંડન, આફ્રિકા, બોલ્ટન અને ભારતના સુપ્રસિદ્ધ સ્કોયસ પાઈપ બેન્ડે વિશ્વ શાંતિની ધૂન બોલાવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે અંધશ્રધ્ધાથી દુર રહી વ્યસનોને તિલાંજલી આપવી, વ્યસનો રહિતના માનવી અધોગતીના પંથે જતો નથી તેમ જણાવ્યું હતું.બીજે દિવસે પણ કાર્યક્રમમાં સ્વામીજી દ્વારા સંત્સંગ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જેમા દેશવિદેશમાંથી હરીભક્તો ઉપસ્થીત રહ્યા હતા.વધુમાં મંદિર પરિસરમાં વિવિધ મીઠાઈઓ ભોગ ધરાવાયો હતો.ભવ્ય મંદિર ખાતે સ્વામીનારાયણ ભગવાનની મુર્તિના દર્શન કરવા આસપાસ ના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરીભક્તો ઉમટી પડ્યા હતા.દેશવિદેશમાંથી હરીભક્તો ઉપસ્થીત રહ્યા હતા.વધુમાં મંદિર પરિસરમાં વિવિધ મીઠાઈઓ અન્નકુટ ધરાવાયો હતો.ભવ્ય મંદિર ખાતે સ્વામીનારાયણ ભગવાનની મુર્તિના દર્શન કરવા આસપાસ ના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરીભક્તો ઉમટી પડ્યા હતા.

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here