પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમા રમતોત્સવ યોજવામાં આવી રહ્યો છે .જે અનુસંધાને શહેરા તાલુકામાં તમામ સરકારી /ગ્રાન્ટ ઇન એઇડ/ ખાનગી શાળાઓનો શહેરા તાલુકા શાળાકીય રમતોત્સવ અંડર ૧૯ ભાઈઓ /બહેનો નો કબડ્ડી .ખો-ખો. વોલીબોલ . લાંબી કુદ .દોડ .ટૂંકી કૂદ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી. શહેરા તાલુકા માંથી વિવિધ પ્રકારની અલગ અલગ રમતો માટે તાલુકાની તમામ શાળાઓ માંથી અલગ અલગ સ્પર્ધાકો ભાગ લઇ રહ્યા છે જેમાં શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ.ધામણોદ ની ધોરણ 11ની બાલિકા બારીયા હિરલબેન અશ્વિનકુમાર એ ૪૦૦ મીટર દોડમાં તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે . અને લાંબી કૂદ માં ૩.૬૦ મીટર નો જમ્પ લગાવી તાલુકામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે . બારીયા હિરલબેન અશ્વિનકુમાર દ્વારા શહેરા તાલુકાનું તેમજ શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ અને ધામણોદ ગામનું ગૌરવ વધાર્યું છે તથા કોચ જુગેશભાઈ બારીયા ને પણ ખુબ ખુબ અભિનંદન તેઓ સતત બાળકો માટે પ્રયત્ન કરતા રહે છે.શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ તથા ધામણોદ ગામ શુભેચ્છા પાઠવે છે તથા જિલ્લામાં પણ આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સ્કૂલનું તેમજ ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે
રિપોર્ટ ….જીતેન્દ્ર ઠાકર