
ધાર્મિક પ્રસંગને અનુરૂપ હવન યજ્ઞ સહિતના પ્રસંગને રહિશો એ સહભાગી બની સફળ બનાવ્યો..
પાટણ તા.30
પાટણ શહેરના ખાલક્સાપીર રોડ પર આવેલ જય બગ્લોજમાં ખાતે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસર ખાતે પ્રથમ પાટોત્સવ પ્રસંગ ની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
જય બગ્લોજ ના રહીશો નાં સમુહ પ્રયાસથી સોસાયટી માં આકાર પામેલ મંદિર પરિસર ખાતે શનિવારના રોજ ગોગા મહારાજ નો આયોજિત પ્રથમ પાટોત્સવના યજમાન તરીકે હર્ષદભાઈ ઠાકોર તેમજ તેમના ધર્મ પત્ની સોભનાબેન ઠાકોરે લ્હાવો લીધો હતો
આ પાટોસવ પ્રસંગને અનુરૂપ ગોગા મહારાજ નો હવન પણ યોજવામાં આવ્યો હતો જેની શાસ્ત્રોક્ત વિધિ પૂજારી જય આચાર્ય સહિતના ભુદેવો દ્વારા કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગે ને દિપાવવા જય બગ્લોજ ના તમામ સભ્યો સહયોગી બન્યા હતા.