શનિ અમાસના પવિત્ર દિવસે ચિંતામણી ગણપતિ મંદિર તેમજ શનિદેવ મંદિર પરિસર ખાતે યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાય..

0
6

મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી આંગી રચના કરાય..

પાટણની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગે દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા.૪
પાટણ શહેરમાં ધાર્મિક ઉત્સવોની ધર્મપ્રેમી નગરજનો દ્વારા ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શનિવાર ના શુભ દિને શનિ અમાસના પવિત્ર પર્વ પ્રસંગે પાટણ શહેર નજીક આવેલ અનાવાડા ઠસ્થિત શ્રી ચિંતામણી ગણપતિ મંદિર તેમજ શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શ્રી શનિ યજ્ઞનું આયોજન તેમજ મંદિર પરિસરને ફૂલોની સુંદર મજાની આગી રચના કરવામાં આવી હતી.
શનિ અમાસના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગર જમાઈ ઉપસ્થિત રહી હવન યજ્ઞ અને દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવતી ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા ચિંતામણી ગણપતિ મંદિર પરિસરના સેવકગણ તેમજ શ્રી શનેશ્ર્વર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here