શંખેશ્વર ખાતે 108 ભક્તિ વિહારમાં આદી ઘંટાકર્ણ ભક્તિ મંડળ દ્વારા સામુહિક 1008 અઠ્ઠમ તપની આરાધના….

0
4

દેવલોકમાં પાર્શ્વનાથ પ્રભુના આત્માએ 500 કલ્યાણકો ની ઉજવણી કરેલ-જૈનાચાર્ય

પાટણ તા.૨
જૈનો માટે પોષ દશમીના અઠ્ઠમ તપની આરાધનાનું અનેરૂ મહત્વ હોય છે ત્યારે શંખેશ્વર 108 ભક્તિ વિહારમાં આદી ઘંટાકર્ણ ભક્તિ મંડળ દ્વારા સામુહિક 1008 અઠ્ઠમ તપની આરાધના યોજાઈ હતી.


શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં અને ભક્તિ પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં પ્રભુ પાર્શ્વનાથ દાદાના પોષ દસમીના પાવન અવસરે સામૂહિક પંદશો અઠ્ઠમ તપની આરાધના 300 થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં યોજાયેલ. શંખેશ્વર તીર્થમાં અઠ્ઠમ તપનો નજારો આકષૅણ નું કેન્દ્ર બન્યો હતો.
આ અઠ્ઠમ તપ દરમ્યાન શંખેશ્વરની વિવિધ સંસ્થાઓમાં પણ અઠ્ઠમ તપની આરાધના અને જિનાલયોને પણ સુંદર સજાવવામાં આવેલ હતા.આ અઠ્ઠમ તપ દરમ્યાન સામુહિક નવકાર જાપ અનુષ્ઠાન,પાર્શ્વ-પદ્મવતી મહાપૂજન,શંખેશ્વર વધામણાં, અષાઢી ભક્તિ સ્ક્રતવ અભિષેક,સામુહિક કુમારપાળ આરતી, મને વેષ શ્રમણનો મલજો રે,મહાપૂજા,દિવા રોશની,વિવિધ રંગોળીઓ,સામુહિક અઠ્ઠમતપના પારણા જેવા ધાર્મિક કાર્યક્રમ માં હજારોની સંખ્યામાં ભાવિકોએ અઠ્ઠમતપની આરાધના કરેલ.
108 ભક્તિ વિહારના ખાતે બિરાજમાન જ્યોતિષાચાર્ય ડો આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પ્રવચન પ્રભાવક આ.શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ.સા આદિઠાણાની પાવનકારી નિશ્રામાં સામુહિક પાંદશો ભાવિકોએ અઠ્ઠમ તપની આરાધના પૂર્ણ કરી. આ અઠ્ઠમ તપના આયોજક પરિવાર શ્રી આદી ઘંટાકર્ણ ભક્તિ મંડળ-મુંબઇ દ્વારા 108 ભક્તિ વિહારમાં સામુહિક અઠ્ઠમ તપની આરાધના કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે મુંબઈ,હૈદરાબાદ,
અમદાવાદ, રાજસ્થાન, બેંગ્લોર,કચ્છ,ચેન્નઈ,પંજાબ વિગેરેથી ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આ અઠ્ઠમ તપ દરમ્યાન વિવિધ અનુષ્ઠાનો યોજાયેલ. હજારોની સંખ્યામાં ભાવિક ભકતો અઠ્ઠમતપની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here