પંચમહાલ
ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપા થી વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિચાર્ય પ.પૂ.ધ.ધૂ ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની આજ્ઞા અને આશીર્વાદથી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ ભવ્ય અને દિવ્યતાથી સંપન્ન થયો. જેના વક્તા પદે પંચમહાલ જિલ્લાના કાકણપુર સ્થિત પૂ.બાલશરણ પાઠક (શંભુ શાસ્ત્રી) એ બિરાજીત થયે સૌ ભક્તોને પોતાની આગવી શૈલીથી સરળ સમજણ થી કથાનું રસપાન કરાવ્યું. અને આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના પ્રાગટ્ય દિવસે વૈષ્ણવાચાર્ય વલ્લભકુળ ના પ.પૂ ,૧૦૮ ગોસ્વામી શ્રી કુંજેશ કુમાર મહોદય (કડી કલોલ વાળા) દ્વારા પધારીને સૌ ભક્તોને પોતાની વાણીથી આશીર્વચન આપીને ધન્ય કર્યા હતા .અને દિવંગત પિતૃઓના મોક્ષાર્થે રાખેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ ધામધૂમથી વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે સંપન્ન થયો. જેમાં ગોધરાના ભક્તોએ લાભ લીધો.
રીપોર્ટ.. જીતેન્દ્ર ઠાકર