પંચમહાલ
આજરોજ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગોધરા તાલુકાના ગોધરા આજુબાજુના ગામમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના અરજદારો માટે કેમ્પનું આયોજન કર્યું હતું તેમાં વિચરતી વિમુક્ત જાતીના 52 જેટલા અરજદારોને જાતિના પ્રમાણપત્ર નું વિતરણ કર્યું અને વિચરતી વિમુક્ત જાતિની વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી, ખરેખર આવા અધિકારીઓ અને કર્મચારીઓ ખરા અર્થમાં સન્માનને પાત્ર છે જે રજાના દિવસે હાજર રહીને પણ વિચારતી વિમુક્ત જાતિના ઉત્થાન માટે કાર્ય કરે છે. તે બદલ ચેતનભાઇ નાયક અને અરજદારોએ નાયબ નિયામકશ્રી એલ .કે . ગામીતી સર અને એચ .સી. ધ્રુવ સર અને રાજેશ ભાઈ અને વિચરતા સમુદાય સમર્થન મંચ ના ટ્રસ્ટીશ્રી મિત્તલ બેન પટેલ અને પંચમહાલ જિલ્લા સંયોજક વિનોદભાઈ ચામઠા નો આભાર વ્યક્ત કર્યો.વિચરતી જાતી સમુદાય ને સરકારી લાભો વિશે ની જાણકારી વિગતવાર હોતી નથી એટલે તેમને પુરી માહિતી આપવી અને સરકારી લાભો લેતા થાય તે માટે વિચરતા સમુદાય મંચ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.
રીપોર્ટ…… જીતેન્દ્ર ઠાકર