Home BG News વારાહી પોલીસ સ્ટેશન નાં અપહરણ નાં ગુનામાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા નાં...

વારાહી પોલીસ સ્ટેશન નાં અપહરણ નાં ગુનામાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા નાં વાસરડા ગામે થી LCB એ ઝડપી પાડ્યો

0

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ અપહરણ ના ગુના ના નાસતા ફરતા આરોપી ને પાટણ એલસીબી પોલીસે બનાસકાંઠા ના વાસરડા ગામેથી ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા એલ.સી.બી ટીમ ને સૂચના આપવામાં આવીહતી જેને લઇને એલ.સી.બી પાટણ પોલીસ સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફીસ ખાતે હાજર હતા.જે દરમ્યાન બાતમી નાં આધારે વારાહી પોલીસ સ્ટેશન પાર્ટ A નાં નોંધાયેલ ગુના ના આરોપી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી ઠાકોર હિતેષભાઇ મઘાભાઇ રહે.વાસરડા તા.વાવ જી.બનાસકાંઠા હાલ.રહે.રામપુરા તા.પાલનપુર જી.બનાસકાંઠાવાળો મુ.વાસરડા તા.વાવ જી.બનાસકાંઠા ખાતે ગામની સીમમાં હાજર છે અને તે વિસ્તારમાં રહે છે. જે હકીકત આધારે નાસતા-ફરતા આરોપીને મુ.વાસરડા તા.વાવ જી.બનાસકાંઠા ખાતેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ-41(1)આઇ મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી કરવા સારૂ વારાહી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version