વડાલી ABVP દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.

0
6

ABVP અને હિન્દૂ સંગઠનો ના આગેવાનો રહ્યા હાજર.

વડાલી શહેર માં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ જે છેલ્લા ૭૫ વર્ષ થી વિધાર્થીઓ અને રાષ્ટ્રહિત માટે સતત કાર્ય કરે છે.જેમાં “સ્વરાજ ૭૫” અંતર્ગત અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ની વડાલી શાખા દ્વારા આજ રોજ રાષ્ટ્ર ભાવના જાગૃત થાય અને વિદ્યાર્થીઓ દેશની સેવામાં જોડાય તેના ઉદ્દેશ સાથે વડાલી શહેરમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે આ તિરંગા યાત્રા શહેરના જે.વી.કોમ્પલેક્ષ થી હાઈવે રોડ થઈ નગરપાલિકા પાલિકા સામે આવેલ વિવેકાનંદ ચોક ખાતે પહોંચી હતી.આ પ્રસંગે જિલ્લા સંયોજક ભાવિકભાઈ રબારી,પ્રદેશ કારોબારી સદસ્ય ભૌતિકભાઈ ભટ્ટ, ભાગ સંયોજક વિનયભાઈ દરગર,નગર મંત્રી કેવલભાઈ રાવ,નગર અધ્યક્ષ દિવ્યાંગભાઈ બ્રહ્મભટ્ટ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો,વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો,તાલુકા પંચાયત પ્રમુખ,નગરપાલિકા પ્રમુખ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર…રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here