વડાલી શહેર માં ધોબી ફળી ના એક મકાન ચાઈનીઝ દોરી નો જથ્થો હોવાની એસ.ઓ.જી પોલીસ ને બાતમી મળતા રેડ કરિ હતી રેડ દરમિયાન ૪૮ ફિરકી મળી જેની કિંમત 9,600 થાય માલ સાથે એક ઈસમને ઝડપી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડાલીમાં ધોબી ફળીમાં રહેતા હરેશભાઈ રાવલ ના ઘરે ચાઈનીઝ દોરી નો જથ્થો હોવાની બાતમી એસ.ઓ.જી પોલીસને મળતા પોલીસ દ્વારા ઘરની તપાસ કરતા ૪૮ ફિરકી મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી…
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી