વડાલી શહેર ની શારદા વિદ્યાલય માં ‘કર્તવ્યબોધ’ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવા માં આવી.

0
13

સંત શ્રી શાંતિદાસ મહારાજ દ્વારા આશીર્વચન અપાયા.

વડાલી મુકામે  શારદા હાઈસ્કૂલ માં સમાજના પ્રબુધ્ધ નાગરિક, શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા  ‘કર્તવ્યબોધ’ દિવસની  ઉજવણી કરવામાં આવી. ‘નિષ્કામ કર્મ એ જ કર્તવ્યબોધ’ ને ધ્યેય વાક્ય બનાવી જીવન તથા કર્તવ્યપથ પર આગળ વધવાનો સંકલ્પ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ખેડબ્રહ્માના સંત શ્રી શાંતિદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું.

મુખ્ય વક્તા તરીકે હાર્દિકભાઈ સગર , ડેપો મેનેજર તથા અતિથિ વિશેષ તરીકે શ્રી અરવિંદભાઈ પરમાર ચેરમેન,શ્રી વડાલી પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રાથમિક-માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક ભાઈ બહેનો તથા ત્રણેય સંવર્ગના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આચાર્ય સંવર્ગ ઉપાધ્યક્ષ તથા શારદા વિદ્યાલય વડાલીના આચાર્ય ગૌતમભાઈ ભટ્ટ દ્વારા શ્લોકગાનથી કરવામાં આવ્યું. મુખ્ય વક્તા શ્રી હાર્દિકભાઈ સગરે  વિદ્યાર્થીઓ- શિક્ષક મિત્રોને સમાજ અને દેશ માટે પોતાના કર્તવ્યનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમના અંતે આભારવિધિ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ અધ્યક્ષશ્રી ,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા કરવામાં આવી .સમગ્ર કાર્યક્રમનું સંચાલન શારદા વિદ્યામંદિરના શિક્ષક શ્રી કે.જી.મોમીન દ્વારા કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમમાં આચાર્ય સંવર્ગ મંત્રી ભરતભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ જે.ડી. પટેલ, મંત્રી મહેન્દ્રભાઈ સી.પટેલ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ મંત્રી પી.જે. મહેતા, ગુજરાત રાજ્ય માધ્યમિક સંવર્ગ સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, પ્રાથમિક સંવર્ગ મંત્રી નરેશભાઈ પટેલ તથા તાલુકાના સંવર્ગ દીઠ અધ્યક્ષ મંત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી.

રિપોર્ટર… રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here