વડાલી શહેરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનીયા .ગાંધીના પૂતળા દહન કરાયું.

0
4

વડાલી…

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર મા આજ રોજ સ્વામિવિવેકાનંદ ચોક માં પૂતળાદહન કરાયું પંજાબના ફિરોજપુર ની રેલી મા થયેલી સુરક્ષાની ચૂકના કારણે ફિરોજપુર રેલીમાં જઈ રહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની સુરક્ષા માં ગંભીર ચૂક ના કારણે ફ્લાય ઓવર બ્રિજ પર 20 મિનિટ સુધી ફસાયા હતા.તે બાબતે ગુરુવારના રોજ વડાલી શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય અને જિલ્લા કાર્યલય ની સૂચના થી વડાલી શહેરમાં વિવેકાનંદ ચોક માં સોનિયા ગાંધી ના અને રાહુલ ગાંધી ના પૂતળા દહનનો કાર્યક્રમ કરવાનું આયોજન વડાલી ભાજપ દ્વારા વડાલી શહેર અને તાલુકા સંગઠન તથા તાલુકા પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી અમૃતભાઈ.તથા ડાહ્યાભાઈ. ઠાકોર તથા શહેર ના મહામંત્રી શ્રી કિર્તીભાઇ જયસ્વાલ.તથા હરિશિહ ભાટી .નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ હડિયોલ સદસ્ય કે . ડી. પરમાર તથા યુવા મોરચા ના કાર્યકરો તથા શહેર ના આગેવાનો અલ્પેશભાઈ દોશી પણ હાજર રહ્યા હતાં….

રિપોર્ટર નાયી જીતુ.વડાલી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here